વેક્સિંગ બાદ પગ પર પડી ગયા છે બ્લેક સ્પોટ? આ 3 ઘરગથ્થુ ઉપાય આવશે ખૂબ કામ, પાર્લરનો ખર્ચો પણ બચી જશે

વેક્સિંગ બાદ પગ પર પડી ગયા છે બ્લેક સ્પોટ? આ 3 ઘરગથ્થુ ઉપાય આવશે ખૂબ કામ, પાર્લરનો ખર્ચો પણ બચી જશે

સ્મૂધ સ્કિન મેળવવાની ઈચ્છાના કારણે ઘણી સ્ત્રીઓ પગના વાળ શેવ કરે છે. પરંતુ થોડા દિવસો પછી ત્યાં ડાર્ક સ્પોટ દેખાવા લાગે છે. આ કાળા ડાઘ સ્ટ્રોબેરી જેવા  દેખાયતા હોય છે તેથી જ તેને સ્ટ્રોબેરી લેગ્સ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ સમસ્યા વ્યવસ્થિત રીતે શેવિંગ ન કરવા અને કડક વાળને કારણે થાય છે. ચાલો જાણીએ એવા ઉપાયો જેની મદદથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

પગ પર બ્લેક સ્પોર્ટ્સ કેમ પડે?‌‌

શેવિંગની મિસ્ટેકના કારણે હેર ફોલિકલ્સની સાઈઝ મોટી થઈ જાય છે. તેમાં તેલ, ડેડ સ્કીન, ગંદકી અને કીટાણુઓ જમા થઈ જાય છે. જેના કારણે ત્વચાનું ટેક્સચર બદલાવા લાગે છે અને તે સ્ટ્રોબેરી જેવી દેખાવા લાગે છે પરંતુ હવે ટેન્શન લેવાની જરૂર નથી. તમે ઘરે બેસીને તેનો ઈલાજ કરી શકો છો.

જોજોબા  ઓઈલ

‌‌જોજોબા ઓઈલ એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે, જે ત્વચાના ભરાયેલા છિદ્રોને ખોલે છે અને ત્વચાની શુષ્કતા પણ દૂર કરે છે. આ તેલથી તમારા પગની માલિશ કરો, થોડા દિવસોમાં તમને ઇચ્છિત પરિણામ મળશે.

એલોવેરા જેલ

‌‌એલોવેરા જેલનો ઉપયોગ ઘણા સૌંદર્ય ઉત્પાદનોમાં થાય છે કારણ કે તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ જેલની મદદથી પગની ત્વચામાં મોઈશ્ચર પાછું આવશે અને ડેડ સ્કીન પણ દૂર થઈ જશે.

સ્કીન એક્સ્ફોલિએટ‌‌

ત્વચાને એક્સ્ફોલિએટ કરવાથી બેક્ટેરિયા અને ડેડ સ્કીન દૂર થાય છે. આ પ્રક્રિયાને સ્ક્રબ પણ કહેવામાં આવે છે. આ માટે નારિયેળના તેલમાં કોફી મિક્સ કરીને સ્ક્રબ તૈયાર કરો. મધ અને સુગરનું સ્ક્રબ પણ ખૂબ જ અસરકારક છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow