વધુ પડતી સિગારેટ પીવાની છે આદત? તો સાવધાન, આજથી જ ફેફસાંને હેલ્ધી રાખવા ડાયટમાં સામેલ કરો આ ચીજ

વધુ પડતી સિગારેટ પીવાની છે આદત? તો સાવધાન, આજથી જ ફેફસાંને હેલ્ધી રાખવા ડાયટમાં સામેલ કરો આ ચીજ

ફેફસાં આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ફેફસાંથી ફિલ્ટર થયા બાદ જ ઓક્સીજન આપણા આખા શરીરમાં પહોંચે છે. એવામાં ફેફસાંનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. વાયુ પ્રદુષણ, ધુર્મપાન વગેરેની ફેફસા પર વધારે ખરાબ અસર પડે છે.

આ બધી વસ્તુઓના કારણે શ્વાસ સાથે સંબંધિત બીમારીઓ જેવી કે અસ્થમા, બ્રોકાઈટિસ, નિમોનિયા, ટીબી, કેન્સર જેવી જીવલેણ બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. ફેફસાને હેલ્ધી રાખવા માટે જરૂરી છે કે તમે દરરોજ એક્સરસાઈઝ કરો અને હેલ્ધી ડાયેટ લો.

લાંબા સમય સુધી ફેફસાં રાખશે સ્વસ્થ્ય
હેલ્ધી ડાયેટની મદદથી તમે લાંબા સમય સુધી પોતાના ફેફસાંને સ્વસ્થ્ય રાખી શકો છો. ભારતની વાત કરવામાં આવે તો અહીં વાયુ પ્રદુષણ અને ધુમ્રપાનના કેસ વધવાના કારણે ફેફસાથી સંબંધિત સમસ્યાઓનો સામનો ખૂબ વધારે કરવો પડે છે. જો તમે પોતાના ફેફસાને હેલ્ધી રાખવા માંગો છો તો તેના માટે જરૂરી છે કે તમે પોતાની ડાયેટમાં હેલ્ધી વસ્તુઓને શામેલ કરો.

અખરોટ
એક રિપોર્ટ અનુસાર અખરોટમાં ભરપૂર પ્રમાણમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. ડાયેટમાં દરરોજ એક મુઠ્ઠી અખરોટ શામેલ કરવાથી તમે ફેફસાની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. આ શ્વાસની મુશ્કેલીઓ એટલે કે અસ્થમામાં પણ ફાયદો કરે છે.

ફેટી ફિશ
જે માછલીમાં ફેટની માત્રા વધારે હોય છે તેનું સેવન ફેફસા માટે પણ ફાયદાકારક હોય છે. તેમાં જરૂરી માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે.

બેરી
કોઈ પણ પ્રકારની બેરીઝનું સેવન કરવાથી ફેફસાં સ્વસ્થ્ય રહે છે. બેરીઝમાં એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા કે વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે.

બ્રોકલી
એન્ટી-એક્સીડેન્ટ્સથી ભરપૂર બ્રોકલી ફેફસાંના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બ્રોકલી ફેફસાં ઉપરાંત શરીરના સ્ટેમિના માટે પણ સારૂ માનવામાં આવે છે.

આદુ
આદુમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે તે ફેફસાના પ્રદૂષણને બહાર કાઢવામાં મદદ કરે છે. આદુનું સેવન કરવાથી ફેફસાનો વાયુ માર્ગ ખુલી જાય છે અને ઓક્સીજનનું સર્કુલેશન સારી રીતે થઈ શકે છે. સાથે જ આ ફેફસાંના હેલ્થ માટે ફાયદાકારક સાબિત થાય છે.

સફરજન
હેલ્ધી ફેફસા માટે દરરોજ સફરજનનો ઉપયોગ કરવો ફાયદાકારક છે. તેમાં રહેલા વિટામિન્સ ફેફસાને હેલ્ધી રાખે છે. એક રિસર્ચ અનુસાર ફેફસા માટે વિટામિન-ઈ, સી, બીટા કેરેટીન અને ખાટા ફળ ખૂબ જ સારા માનવામાં આવે છે.

અળસી
એક રિસર્ચ અનુસાર અળસી ખાવાથી ફેફસા ડેમજ થવાથ બચે છે સાથે જ ડેમજ થયા બાદ પણ અળસી તેને ઠીક કરી શકે છે.

Read more

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow
માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બે

By Gujaratnow