'દેશમાંથી નફરત મિટાવી દેવી છે', લાલ કિલ્લા પરથી હૂંકાર ભર્યો રાહુલ ગાંધીએ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં ચાલી રહેલ ભારત જોડો યાત્રા આજે દિલ્હીમાં પહોંચી ગઇ છે. આ યાત્રામાં કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી પણ શામેલ થયાં હતાં. સવારે રામ મંદિર બપોરે હજરત નિઝામુદ્દીનની દરગાહ જઇને યાત્રા મથુરા રોડ, ઇન્ડિયા ગેટથી થઇને લાલકિલ્લા પર પહોંચી છે. રાહુલે આ યાત્રામાં શામેલ થવા માટે વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ આપ્યું છે.
રાહુલ ગાંધીએ 'નફરત'થી શરૂ કર્યું પોતાનું ભાષણ
રાહુલ ગાંધીએ પોતાના ભાષણની શરૂઆત નફરત-ઘૃણાને લઇને કરી છે. રાહુલે કહ્યું કે જ્યારે મેં ચાલવાનું શરૂ નહોતું કર્યું ત્યારે લાગી રહ્યું હતું કે દેશમાં નફરત છે. પરંતુ સચ્ચાઇ આ નથી. સમગ્ર દેશમાં એકતા છે. આજે દેશમાંથી નફરતને દૂર કરવાની આવશ્યકતા છે. 90% લોકો એકબીજાથી પ્રેમ કરે છે. રાહુલે લાલકિલ્લાની બાજુમાં મંદિર, મસ્જિદ અને ગુરૂદ્વારાનું ઉદાહરણ આપ્યું.
મલ્લિકાર્જુન ખડગેનાં મોદી પર પ્રહારો
કોંગ્રેસ અઘ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કાશ્મીરમાં ત્રીરંગો ઝંડો લહેરાવીને યાત્રા પૂરી થશે. તેના બાદ હાથથી હાથ જોડો કાર્યક્રમ શરૂ થશે. ધર્મનાં નામ પર સમાજનો નાશ થઇ રહ્યો છે. બોલવાની સ્વતંત્રતા પણ છીનવાઇ રહી છે. સારી વિચારધારાનાં લોકોને ડરાવવામાં આવે છે. ભારત જોડો યાત્રા જોઇને બીજેપી સરકાર ડરી ગઇ છે અને કોરોનાનાં બહાના મારી રહી છે. પરંતુ પીએમએ સ્વાસ્થ્ય મંત્રીને કહ્યું કે દેશમાં કોરોના વધી રહ્યો છે તેનો પ્રચાર કરો. તેથી પીએમ પોતે પણ માસ્ક લગાવી સંસદ પહોંચ્યા જ્યારે એક લગ્નમાં માસ્ક નહોતો લગાવ્યો. આ માત્ર ડરાવવા માટે છે. લોકોમાં ભય પેદા કરી યાત્રા તોડવાનાં પ્રયાસો કરી રહ્યાં છે.