રાજસ્થાનમાં દારૂની દુકાનને લઈ ગેહલોત સરકારનો આકરો નિર્ણય, આટલા વાગ્યા પછી વેચાણ પર સખ્ત પ્રતિબંધ

રાજસ્થાનમાં દારૂની દુકાનને લઈ ગેહલોત સરકારનો આકરો નિર્ણય, આટલા વાગ્યા પછી વેચાણ પર સખ્ત પ્રતિબંધ

પ્રદેશમાં ભૂમાફિયાઓ સહિત અન્ય માફિયાઓની સામે કડક રહેવા રાજસ્થાન સરકાર નિયમોમાં થોડા પરિવર્તનો લાવી રહી હોય તેવું દેખાઇ રહ્યું છે. આ માફિયાઓ વિરૂદ્ધ ખાસ અભિયાન ચલાવીને કાર્યવાહી કરવામાં આવશે. ગૃહ સચિવની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવી છે. પ્રદેશમાં રાત્રે 8 વાગ્યા પછી દારૂની દુકાનો ખુલ્લી ન રહે તે માટે પોલીસ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્યમંત્રી અશોક ગહેલોતે આદેશો આપ્યાં છે.

રાત્રે 8 વાગ્યા પછી દારૂની દુકાનો બંધ‌‌તેમણે કહ્યું કે રાત્રે 8 વાગ્યા પછી દારૂની દુકાનો બંધ કરવાનો નિર્ણય અમારી સરકારે કર્યો હતો જેની સારી અસર પડી છે પરંતુ ધીરે-ધીરે આદેશ ડાયલ્યૂડ થઇ રહ્યો છે. હવે જો 8 વાગ્યા પછી પણ દારૂની દુકાનો પર કેફી પીણાંનું વેંચાણ થશે તો તે પોલીસ અને CO ની જવાબદારી રહેશે, અને ઓવરઓલ જવાબદારી SPની રહેશે.

મુખ્યમંત્રી અશોક ગહેલોત માફિયા મુદે ચિંતિત
સીએમ અશોક ગહેલોતએ ચિંતા વ્યક્ત કરી કે પ્રદેશમાં માફિયાઓનો પ્રભાવ વધી રહ્યો છે જેના કારણે જનતા હેરાન થાય છે. સીએમ એ મીડિયાને કહ્યું કે જમીનોનાં કેસો વધી રહ્યાં છે, ભૂ-માફિયા, દારૂ માફિયા, કાંકરી માફિયાની સામે કડક પગલાં ભરવા SPને વિશેષ અભિયાન ચલાવી કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યાં છે.

જમીન મામલે બોલ્યાં ગહેલોત
તેમણે કહ્યું કે જમીનોનાં મામલામાં જયપુર તો સૌથી ઉપર છે, ઉદયપુર જેવા શહેરો કે જ્યાં જમીનનાં કેસો વધુ દેખાઇ રહ્યાં છે. નકલી સોસાયટીવાળા એક જ પ્લોટને 2-3 વખત વેંચવામાં આવે છે. જયપુરમાં હજારો ફરિયાદો આવી રહી છે. પોલીસ સ્ટેશનમાં 50 હજાર ફરિયાદો આવે છે કેસ નોંધાછે અને કેટલાય લોકો દુ:ખી થાય છે.

કમિટી આપશે સૂચનો
સીએમ ગહેલોતે કહ્યું કે જમીન મામલા માટે ગૃહ સચિવની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવશે, આ કમિટી 2 મહિનામાં પોતાની રિપોર્ટ સોંપશે. કમિટીમાં યૂડીએચ, એલએસજી અને પોલીસ મળીને સૂચનો આપશે. રિપોર્ટનાં આધારે કાર્યવાહી કરવામાં આવશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow