રવિવારે હરિ-હર મિલન થશે, આ તિથિએ ભગવાન શિવ અને વિષ્ણુજીની પૂજા એકસાથે થાય છે

કારતક મહિનાના સુદ પક્ષની ચૌદશ રવિવારે ઊજવવામાં આવશે. જેને વૈકુંઠ ચૌદશ પણ કહેવાય છે. આ રાતે હરિ-હર મિલન થશે. હરિ એટલે ભગવાન વિષ્ણુ અને હર એટલે ભગવાન શિવ. આ દિવસે શિવજી ભગવાન વિષ્ણુને સૃષ્ટિના સંચાલનનો કાર્યભાર સોંપ છે.
પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ભગવાન વિષ્ણુ ચાતુર્માસ દરમિયાન દેવશયની અગિયારસથી દેવઊઠી અગિયારસ સુધી શિવને સંપૂર્ણ જગતની રાજસત્તા સોંપીને ક્ષીરસાગરમાં વિશ્રામ કરવા જાય છે. વૈકુંઠ ચૌદશના દિવસે આ સત્તા ફરીથી શિવજી ભગવાન વિષ્ણુને સોંપે છે.

હરિ-હર મિલનની પરંપરા શું છેસ્કંદ, પદ્મ અને વિષ્ણુધર્મોત્તર પુરાણના જણાવ્યા પ્રમાણે કારતક મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિએ ભગવાન શિવ અને વિષ્ણુજીનું મિલન કરાવવામાં આવે છે. રાતે બંને દેવતાઓની મહાપૂજા કરવામાં આવે છે. રાત્રિજાગરણ પણ કરવામાં આવે છે. માન્યતા છે કે ચાતુર્માસ પૂર્ણ થવાની સાથે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રાથી જાગે છે અને આ મિલન સમયે ભગવાન શિવ સૃષ્ટિનો કારભાર વિષ્ણુજીને સોંપે છે. ભગવાન વિષ્ણુજી વૈકુંઠ લોકમાં રહે છે એટલે આ દિવસને વૈકુંઠ ચૌદશ પણ કહેવામાં આવે છે.

પૂજન અને વ્રત વિધિ
- આ દિવસે સવારે જલ્દી સ્નાન કરીને આખો દિવસ વ્રત રાખવાનો સંકલ્પ લો.
- આખો દિવસ કશું જ ખાધા વિના મનમાં ભગવાનના નામનો જાપ કરો.
- રાતે કમળના ફૂલોથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ.
- તે પછી ભગવાન શંકરની પણ પૂજા કરો.
- પૂજાના મંત્રऊँ शिवकेशवाय नम:ऊँ हरिहर नमाम्यहं