હનુમાન દાદાને આ ચાર રાશિના જાતકો સૌથી ફેવરિટ, જાણો કઈ રીતે વરસાવે છે વિશેષ કૃપા

હનુમાન દાદાને આ ચાર રાશિના જાતકો સૌથી ફેવરિટ, જાણો કઈ રીતે વરસાવે છે વિશેષ કૃપા

મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત માનવામાં આવે છે. હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર આ દિવસે હનુમાનજીની વિધિવત પૂજા કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે હનુમાનજીની કૃપાથી જીવનની દરેક પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે.

સાચા મને અને સાચી રીતે એમની પૂજા કરવાથી ભક્તોની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે. આમ તો હનુમાનજી એમના દરેક ભક્તની પરેશાનીને દૂર કરે છે પણ જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવી કેટલીક રાશિ છે જે બજરંગ બલીને ખૂબ પ્રિય છે. 12 રાશીઓમાંથી 4 રાશિઓ એવી છે જેમના પર બજરંગબલીની વિશેષ કૃપા રહે છે. ચાલો જાણીએ કઈ છે એ રાશિ..

કઈ રાશિ છે હનુમાજીને પ્રિય?

મેષ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિ હનુમાનજીની પ્રિય રાશિઓમાંથી એક છે. બજરંગબલી મેષ રાશિના જાતકો પર પોતાની વિશેષ કૃપા બનાવી રાખે છે. માન્યતાઓ અનુસાર મંગળવારે મેષ રાશિના લોકો એ હનુમાનજીની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી આ રાશિના જાતકોના જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને એમને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી.

સિંહ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિના લોકોને જીવન પર  હનુમાનજીનો વિશેષ આશીર્વાદ વરસાવે છે. બજરંગબલી તેમના પર દયા-દ્રષ્ટિ રાખે છે. માન્યતાઓ અનુસાર જો આ રાશિના જાતકો મંગળવારે હનુમાનજીની પૂજા કરે છે તો એમને આર્થિક સંકટનો સામનો નથી કરવો પડતો, આ સાથે જ એમના જીવનની બધી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.

વૃશ્ચિક
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃશ્ચિક રાશિ હનુમાનજીની પ્રિય રાશિઓમાંથી એક છે. આ રાશિના લોકો પર પણ હનુમાનજીની વિશેષ કૃપા બની રહે છે. બજરંગબલીની કૃપાથી આ રાશિના લોકોને તેમના દરેક કામમાં સફળતા મળે છે અને ક્યારેય આર્થિક તંગીનો શિકાર નથી બનતા.

કુંભ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિના લોકોને જીવન પર  હનુમાનજીનો કૃપા વરસાવે છે. તેમની કૃપાથી કુંભ રાશિના લોકોને દરેક કાર્યમાં સફળતા મળે છે અને કોઈપણ કાર્યમાં કોઈ અડચણ નડતી નથી, આ રાશિના જાતકોનું જીવન સુખ, સમૃદ્ધિ અને ખુશીઓથી ભરેલું રહે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow