બાળકીને ઉઠાવી જનારી બંગડીની જેેમ હથકડી કાઢી ફરાર, ઉદવાડાથી ઝડપાઈ

બાળકીને ઉઠાવી જનારી બંગડીની જેેમ હથકડી કાઢી ફરાર, ઉદવાડાથી ઝડપાઈ

ચાર દિવસ અગાઉ સુરતના રેલવે સ્ટેશનથી છ વર્ષની બાળકીનું અપહરણ કરી કડોદરા લઈ જનારી એક મહિલા પકડાઈ હતી. પોલીસ મથકમાં મહિલા લોકઅપ ન હોવાથી આરોપી રિન્કુદેવી ઉર્ફે પાયલને ચાર દિવસથી હથકડી પહેરાવીને બહાર રખાઇ હતી. સોમવારે સવારે છ વાગ્યે બંગડી કાઢે તેવી જ રીતે હથકડી કાઢી નાંખી બાથરૂમના બહાને ચકમો આપી ભાગી પ્લેટફોર્મ નં-1 ઉપર પહોંચી ગઇ હતી અને બાદમાં ટ્રેક કૂદી પ્લેટફોર્મ નં-2 પર પહોંચી હમસફર એક્સપ્રેસમાં બેસી ઉદવાડા પહોંચી ગઇ હતી. મુંબઇ સુધી પોલીસને એલર્ટ કરી અને સુરત પોલીસની એક ટીમને પણ રવાના કરાઈ હતી.

ઉદવાડા સ્ટેશન નજીક ટીસી દ્વારા મહિલા પાસેથી ટિકિટ માંગી હતી, પરંતુ તેની પાસે ટિકિટ ન મળતા નાગરિક સમજી ઉદવાડા સ્ટેશને ઉતારી દેવાઇ હતી અને પોલીસને જાણ કરાઇ હતી. આ દરમિયાન ત્યાં સુરત પોલીસનો સ્ટાફ પણ પહોંચી ગયો હતો. તેઓએ રિન્કુદેવીને પકડી લીધી હતી. સોમવારે રિન્કુદેવીના પાંચ દિવસના રિમાન્ડ પુરા થવાના હોય પોલીસે તેને રેલવે કોર્ટમાં રજૂ કરીને ત્યારબાદ લાજપોર જેલમાં મોકલી આપી હતી.

રેલવે પોલીસ મથકમાં મહિલા લોકઅપ જ નથી
સુરત રેલવે પોલીસ મથકમાં મહિલા લોકઅપ નથી. જ્યારે કોઇ મહિલા આરોપી પકડાઇ ત્યારે લોકઅપની બહાર જ રાખવામાં આવે છે અને બાદ તેને લાજપોર જેલ મોકલાય છે, હાલના અપહરણના કેસમાં પણ પાંચ દિવસથી રિન્કુદેવી ઉર્ફે પાયલને લોકઅપની બહાર જ રાખવામાં આવી હતી. શરીરે પાંતળા બાંધાની રિન્કુદેવીએ ખુબ જ સર્તકતાથી હથકડી કાઢી નાંખી હતી.

બાળકીને મુંબઇ વેચવાનું ખૂલ્યું, આરોપી વોન્ટેડ
5 દિવસ પહેલા રિન્કુદેવીએ જે બાળકીનું અપહરણ કર્યું તે બાળકીને મુંબઇમાં વેચી દેવાનો પ્લાન હતો. પાંચ દિવસના રિમાન્ડમાં રિન્કુદેવીએ પોલીસને મુંબઇના યુવકની વિશે માહિતી આપી હતી. આ માહિતીના આધારે પોલીસ મુંબઇ સુધી જઇ આવી હતી, પરંતુ ત્યાંથી પોલીસને તે યુવક મળ્યો ન હતો અને વિલા મોંએ પરત ફરી હતી.જોકે, હાલમાં આ યુવકને શોધવાના ચક્રો ગતિમાન કરાયા છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow