ટિકિટ બુકિંગ પર રિફંડ માગવું પડ્યું ભારે, એક ક્લિક કરતા ખાતામાંથી કપાયા 2.9 લાખ રુપિયા

ઉત્તરપ્રદેશ: આજકાલ દરરોજ સાયબર ક્રાઇમ કે ઓનલાઇન ફ્રોડનાં મામલામાં સામે આવી રહ્યાં છે. ત્યારે વધુ એક આવો બનાવ ઉત્તરપ્રદેશનાં ગૌતમબુદ્ધ નગરમાં એક મહિલા સાથે બન્યો છે. માહિતી અનુસાર સાયબર ક્રાઇમમાં ઠગનારાઓએ લગભગ 3 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે.

2 લાખ 90 હજાર રૂપિયા થયાં ગાયબઓનલાઇન છેતરપિંડી કરનારાઓએ પહેલાં આ મહિલાને એક લિંક મોકલી અને પછી જ્યારે આ મહિલાએ આ લિંક પર ક્લિક કર્યું અને તેમના એકાઉન્ટમાંથી હેકર્સે 2 લાખ 90 હજાર રૂપિયા ગાયબ કરી દીધાં.
MakeMyTripથી હોટલની બુકિંગ કરી હતી
આ મહિલાએ MakeMyTrip પરથી હોટલ અને ટિકિટની બુકિંગ કરી હતી. મહિલાનાં કહેવા અનુસાર તેમના એકાઉન્ટથી વધુ પૈસા કપાઇ ગયાં. વધુ પૈસા કપાતાની સાથે મહિલાએ ફરિયાદ કરી તો ઠગનારાઓએ મહિલાને રિફંડના નામે લિંક સેન્ડ કરી. જેવું મહિલાએ આ ફિશિંગ લિંક પર ક્લિક કર્યું મહિલાનાં ખાતામાંથી 2 લાખ 90 હજાર રૂપિયા ચોરી થઇ ગયાં. મહિલાએ પોતાના સાથે થયેલા આ બનાવની જાણકારી તરત જ પોલીસ સ્ટેશનમાં કરી અને પોલીસે તરત જ તપાસ હાથ ધરી.

ફેક વેબસાઇટથી બચવું
Google પર કંઇક પણ સર્ચ કરતાં પહેલાં સાવધાન રહેવું જોઇએ કારણકે તમને સર્ચ રિઝલ્ટમાં ઘણી ફેક વેબસાઇટ્સ પણ મળી શકે છે. આ સાઇટને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે જેના કારણે તે ઓરિજનલ દેખાય છે.
આ રીતે ફેક વેબસાઇટને જાણો
કોઇપણ વેબસાઇટ પર ભરોસો કરવાથી પહેલાં સાઇટનાં ડોમેનને ધ્યાનથી વાંચવું. ફેક વેબસાઇટનાં ડોમેન ઓરિજિનલ સાઇટનાં ડોમેનની તુલનામાં એક્સ્ટ્રા લેટર કે નામમાં સાધારણ ભૂલ હોય છે જેના લીધે તે ઓરિજિનલ દેખાય છે પણ હોય છે ફેક વેબસાઇટ.