ગુરુ પૂર્ણિમા એ સાધક માટે નવું વર્ષ

એક સંતની વાર્તા છે. સંત એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. એક ઘરમાં એક માતા તેના પુત્રને બૂમ પાડી રહી હ તી, "રામ! તું ક્યાં સુધી સૂતો રહેશે? ઉઠ!" મહિલાના શબ્દોએ સંતને ચોંકાવી દીધા. ભૂતકાળ અને ભવિષ્યના વિચારો માં ડૂબેલું તેનું મન જાગૃત થઈ ગયું. તેમને એ ક્ષણે જ આત્મજ્ઞાન થઈ ગયું. તે અજ્ઞાનની ઊંઘમાંથી જાગી ગયા અને ફરી અજ્ઞાન રૂપી ઊંઘમાં સુતા નહીં.
કુદરત તમને મનમાં ચાલી રહેલી ફરિયાદ અને વિલાપમાંથી જાગૃત થવા માટે ઘણા સંકેતો આપે છે. ગુરુ પૂર્ણિમા એ જીવનના ગૂઢ જ્ઞાન પ્રત્યે જાગૃત થવાનો એક એવો અવસર છે. જ્યારે તમે જીવનને આદર પૂર્વક જુઓ છો, ત્યારે તમારી ભીતર કૃતજ્ઞતા હોય છે, અને કૃતજ્ઞતા ભાવમાં ફરિયાદ વિલીન થઈ જાય છે.

ગુરુતત્વ ને આદર આપો
તમારા શરીરમાં રહેલા ચમત્કારને જુઓ - અબજો કોષ નિરંતર જન્મી રહ્યા છે અને નાશ પામી રહ્યા છે, દરેક પોતાની લય સાથે. તમે તમારા શરીરમાં એક આખા વસાહતનું સંચાલન કરી રહ્યા છો, જેમ કે એક મધપુડામાં હજારો મધમાખીઓ રાણી મધમાખીની આસપાસ એકઠી થાય છે. જો રાણી અદૃશ્ય થઈ જાય, તો મધપૂડો તૂટી પડે છે.
એજ રીતે, આપણા જીવનના કેન્દ્રમાં આત્મા છે—એ જ આત્મા, એ જ દૈવી તત્વ, એજ ગુરુ તત્વ. આત્મા, ઈશ્વર અને ગુરુ અલગ અલગ નથી—એ ત્રણે એકજ છે. જીવનના મધપૂડામાં રાણી મધમાખીની જેમ તે બધા એક છે, જે આપણને એકસાથે રાખે છે. ગુરુ તત્વ નિર્દોષ, જ્ઞાની અને પ્રતિષ્ઠિત છે, છતાં બાળકની જેમ અત્યંત નમ્ર છે.
ગુરુનો આદર કરવો એ જીવનનો આદર કરવા સમાન છે. તે ગુરુ પૂર્ણિમાનો સાર છે.
શિક્ષક તમને માહિતી આપે છે. ગુરુ તમારી અંદરની જીવનઉર્જાને જાગૃત કરે છે. ગુરુ તમને ફક્ત જ્ઞાન નથી આપતા પરંતુ તે તમને તેનો અનુભવ કરાવે છે. જ્ઞાન અને જીવન વચ્ચે પૂર્ણ એકીકરણ છે.
તમારા જીવનની અંદર જે જ્ઞાન છે એજ તમારું ગુરુ છે. જીવને તમને ઘણું શીખવાડ્યું છે કે તમે ક્યાં ખોટું કર્યું અને તમે શું યોગ્ય કર્યું. તમારે સમયાંતરે આ જ્ઞાનનું મંથન કરવું જોઈએ. જો તમે આ જ્ઞાનની જાગૃતિ વિના તમારું જીવન જીવો છો, તો તમે ગુરુ તત્વનું સન્માન કરી રહ્યા નથી.
ગુરુ પૂર્ણિમા એ સાધક માટે નવું વર્ષ છે. આ સમય વાર્ષિક રિપોર્ટ કાર્ડ જોવાનો છે - તમે જીવનમાં કેટલી પ્રગતિ કરી છે, અને તમે કેટલા સ્થિર છો. આપણે વારંવાર જ્ઞાન તરફ પાછા ફરવાની જરૂર છે; બુદ્ધિને જ્ઞાનમાં ડૂબાડવી પડે છે. આ સાચો સત્સંગ છે. સત્સંગ એ સત્યનો સંગ છે, જ્ઞાનીઓનો સંગ છે. તમે તમારી અંદર રહેલા સત્ય સાથે રૂબરૂ થાઓ છો, અને આ સત્સંગ છે.
તમને મળેલ આશીર્વાદ નો સદુપયોગ કરો
આ ગુરુ પૂર્ણિમાએ બીજું મહત્વનું પગલું એ લો કે, તમને આપવામાં આવેલી આશીર્વાદનો સદુપયોગ કરો. જો તમે સારું બોલો છો અથવા તમારી બુદ્ધિ સારી છે, તો તેનો ઉપયોગ બીજાના કલ્યાણ માટે કરો. તમને ઘણા બધા આશીર્વાદ આપવામાં આવ્યા છે. તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરો તો વધુ મળતાં રહેશે. આપનાર તમને અથાક આપી રહ્યો છે અને તમારી પાસેથી કોઈ માન-સન્માન પણ ઇચ્છતો નથી.
શબ્દોથી મૌન સુધી
સમજણના ત્રણ સ્તર છે - પહેલું શબ્દોનું સ્તર; પછી લાગણીઓ આવે છે જ્યાં તમે શબ્દોમાં અટવાઈ જતા નથી પણ શબ્દો પાછળના અર્થ અથવા લાગણીને જુઓ છો; અને પછી ત્રીજું સ્તર એ છે જ્યાં તમે લાગણીઓથી પણ આગળ વધો છો કારણ કે લાગણીઓ અને અર્થ બદલાય છે. ત્રીજું મૌનનું સ્તર છે. મૌન દ્વારા સંદેશની આપ-લે થાય છે. જેમ જેમ તમે માર્ગ પર આગળ વધો છો, તેમ તેમ તમે વિચારશીલ મનથી કૃતજ્ઞતાની લાગણી તરફ આગળ વધો છો, અને કૃતજ્ઞતા તમને આનંદમય મૌન તરફ દોરી જાય છે.
જાણો કે ગુરુ સાક્ષી છે
ગુરુને ફક્ત એક સ્વરૂપ અથવા વ્યક્તિત્વ તરીકે જોવાની ભૂલ ન કરો. ગુરુને સ્વરૂપથી ઉપર જુઓ. ચોક્કસપણે, ગુરુ દિલાસો આપે છે, પરંતુ ગુરુ બુદ્ધિ, મન અને વિચારો આ સર્વેના સાક્ષી પણ છે. શુભ કે અશુભ, યોગ્ય કે અયોગ્ય—ગુરુ એ બધાની વચ્ચે નિર્વિકાર સાક્ષી છે. સુખદ અનુભવો તમને આગળ લઈ ગયા છે, અને અપ્રિય અનુભવો પણ તમને આગળ લઈ ગયા છે. જીવનના ચઢાવ-ઉતાર બધાંએ તમારામાં ઊંડાણ અને પ્રફુલ્લતા લાવી છે. ગુરુ તત્વ એ બધાની સાક્ષી છે—ગુણોથી પર હોવા છતાં બધાં ગુણોને સમાવી લે છે.
જીવનમાંથી પલાયન જ્ઞાન નથી. જ્ઞાન એ જીવનમાં રહેવું છે—દરેક ઘટનાનું નિરીક્ષણ કરવું અને પોતાના અસ્તિત્વમાં સ્થિર રહેવું. તમારે ફક્ત એ વાતનો દ્રઢ વિશ્વાસ રાખવાની જરૂર છે કે એકવાર તમે સાચા માર્ગ પર ચાલવાનું શરુ કર્યા પછી, તમારા જીવન માં બધું શુભ જ થશે .ગુરુ અને જીવન અવિભાજ્ય છે
-ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર

જીવનમાંથી પલાયન જ્ઞાન નથી. જ્ઞાન એ જીવનમાં રહેવું છે—દરેક ઘટનાનું નિરીક્ષણ કરવું અને પોતાના અસ્તિત્વમાં સ્થિર રહેવું. તમારે ફક્ત એ વાતનો દ્રઢ વિશ્વાસ રાખવાની જરૂર છે કે એકવાર તમે સાચા માર્ગ પર ચાલવાનું શરુ કર્યા પછી, તમારા જીવન માં બધું શુભ જ થશે .