ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીએ લગાવી ભરતી પર રોક, ઉમેદવારોની આશા પાણીમાં, જુઓ કઈ કઈ ભરતી પર લાગી બ્રેક

ગુજરાત યુનિવર્સીટીમાં ભરતી પ્રક્રિયા પર રોક લગાવવામાં આવી છે. સૂત્રોની માનીએ તો સિન્ડિકેટના સભ્યોએ સરકારને રજુઆત કરી હતી. જેમાં રજુઆત કરતા કહ્યું હતું કે, ભરતીમાં પોતાના સગાઓની ગોઠવણ થઇ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ચીફ એકાઉન્ટ ઓફિસર, ડિરેક્ટર ફિઝિકલ એજ્યુકેશન, ડેપ્યુટી રજિસ્ટર, પ્રેસ મેનેજર, લાઈબ્રેરીયન, પ્રોગ્રામર સહિતની
ભરતી પર રોક લગાવી દેવામાં આવી છે.
ભરતી પર હાલ પુરતી રોક લગાવી દેવામાં આવી
મહત્વનું છે કે યુનિવર્સિટીમાં ડાયરેક્ટર- કોલેજ, ડેવલોપમેન્ટ કાઉન્સિલ, પ્રિન્સિપલ સાઈન્ટિફિક ઓફિસર, રજિસ્ટ્રાર, પ્રોગ્રામર, યુનિવર્સિટી એન્જિનિયર,ચિફ એકાઉન્ટ ઓફિસર, સિનિયર સાયન્ટિફિક ઓફિસર, સિસ્ટમ એનાલિસ્ટ, સિસ્ટમ એન્જિનિયર, ડાયરેક્ટર ફિઝિકલ એજ્યુકેશન.ડેપ્યુટી રજિસ્ટ્રાર, પ્રેસ મેનેજર, લાયબ્રેરિયન,આસિસ્ટન્ટ, અને મહિલા મેડિકલ ઓફિસરની સહિતની જગ્યામાં ભરતી પ્રક્રિયા હાથ ધરવાની હતી. પરંતુ તાબડતોબ એક નોટીફિકેશન બહાર પાડીને આ ભરતી પર હાલ પુરતી રોક લગાવી દેવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.