ગુજરાતને કેન્દ્રની મોટી કોરોના મદદ, વેક્સિનના મળશે વધુ 6 લાખ ડોઝ, ધમધોકાર ચાલશે વેક્સિનેશન

ગુજરાતને કેન્દ્રની મોટી કોરોના મદદ, વેક્સિનના મળશે વધુ 6 લાખ ડોઝ, ધમધોકાર ચાલશે વેક્સિનેશન

ચીનમાં કોરોનાને લઈને વિકટ સ્થિતિનું નિર્માણ થયું છે, કોરોના સંક્રમણ અને કોરોનાથી થતા મોતનો આંકડો વધી રહ્યો છે. કોરોનાને લઈ ગુજરાતમાં અને દેશમાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. જો કે, કોરોના વધતા કેસ અને જોખમ વચ્ચે ગુજરાતમાં થોડા દિવસથી વેક્સિનનો ખેચતાણ જોવા મળી હતી. પરંતુ કોરોના સંકટ વચ્ચે ગુજરાતને વધુ વેક્સિન મળશે. ગુજરાતને વધુ 6 લાખનો નવો જથ્થો મળશે.

કોરોના સંકટ વચ્ચે ગુજરાતને મળશે વધુ વેક્સિન
વિશ્વના વિવિધ દેશોમાં ફરી કોરોનાએ આતંક મચાવ્યો છે. આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે દેશ અને રાજ્યની સરકાર પણ એલર્ટ મોડ પર છે. કોરોના સંકટ વચ્ચે ગુજરાતને વધુ વેક્સિન મળશે. ગુજરાતના આરોગ્ય વિભાગને વધુ 6 લાખનો નવો જથ્થો મળશે. પ્રિકોશનરી ડોઝ લેનારાની સંખ્યા વધતા રાજ્યને નવા ડોઝ મળશે. કોવિશિલ્ડના 5 લાખ જ્યારે કોવેક્સિનના 1 લાખ ડોઝ મળશે.

રાજ્યમાં ગઈકાલે કોરોનાના 2 કેસ નોંધાયા
રાજ્યમાં ગઈકાલે કોરોનાના 2 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 1 કેસ અને મહેસાણામાં 1 વ્યક્તિ કોરોનાની ઝપટે ચડ્યા હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ ગઈકાલે રાજ્યના 31 જિલ્લાઓમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાના કુલ 36 એક્ટિવ કેસો છે. જેમાં તમામ દર્દીઓ સ્ટેબલ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 46,00 લોકોએ કોરોના પ્રતિરોધક વેક્સિન લીધી હોવાનું પણ સામે આવ્યું છે.

કોરોનાથી સજા થવાનો દર 99.13 ટકા
વિશ્વમાં કોરોનાના વધતા કહેર વચ્ચે ગુજરાતમાં  કોરોનાથી સજા થવાનો દર 99.13 ટકા છે. અત્યાર સુધીમાં 12,66,499 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જોકે ચીન સહિતના દેશોમાં વકરી રહેલી કોરોનાની ઉપાધિ સામે ગુજરાતમાં સિંગલ ડિઝીટમાં કોરોનાના પોઝીટીવ કેસ નોંધાવાએ સારા સમાચાર સમાન છે પરંતું હાલની સ્થિતિએ સાવચેતી રાખવી ખૂબ જ અગત્યની છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow