વેક્સિનના ડૉઝ બગડવા મુદ્દે ગુજરાતના આરોગ્યમંત્રીની સ્પષ્ટતા, જુઓ શું કહ્યું

વેક્સિનના ડૉઝ બગડવા મુદ્દે ગુજરાતના આરોગ્યમંત્રીની સ્પષ્ટતા, જુઓ શું કહ્યું


કોરોના વેક્સિનના ડૉઝ બગડવા મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સ્પષ્ટતા સામે આવી છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં રસીના એક પણ ડૉઝ બગડ્યા નથી.સીરમ ઇન્સ્ટિટ્યૂટ તરફથી જે ડૉઝ મળ્યા તેનો પૂર્ણ ઉપયોગ થયો છે.

વેક્સિનના બડાગ અંગે આરોગ્યમંત્રીની સ્પષ્ટતા
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના રસીના એક પણ ડૉઝ બગડ્યા નથી, સીરમ ઈન્સ્ટિટ્યૂટ તરફથી જે પણ ડોઝ મળ્યા તેના પૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, એક વાયલમાંથી 10 ડૉઝ આપવામાં આવે છે અને પ્રથમ ડૉઝ લીધા બાદ 4 કલાકમાં તમામ ડૉઝ લેવાના હોય છે. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે ડૉઝ પૂર્ણ ન થાય તો તેનો ઉપયોગ થતો નથી. કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે ડૉઝ પૂર્ણ ન થાય તો વેક્સિનનો ડૉઝ બગડ્યો ન કહેવાય.

કોરોના સંકટ વચ્ચે ગુજરાતને મળશે વધુ વેક્સિન
વિશ્વના વિવિધ દેશોમાં ફરી કોરોનાએ આતંક મચાવ્યો છે. આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે દેશ અને રાજ્યની સરકાર પણ એલર્ટ મોડ પર છે. કોરોના સંકટ વચ્ચે ગુજરાતને વધુ વેક્સિન મળશે. ગઈકાલની જાહેરાત મુજબ ગુજરાતના આરોગ્ય વિભાગને વધુ 6 લાખનો નવો જથ્થો મળશે. પ્રિકોશનરી ડોઝ લેનારાની સંખ્યા વધતા રાજ્યને નવા ડોઝ મળશે. કોવિશિલ્ડના 5 લાખ જ્યારે કોવેક્સિનના 1 લાખ ડોઝ મળશે.

રાજ્યમાં ગઈકાલે કોરોનાના 8 કેસ નોંધાયા
રાજ્યમાં ગઈકાલે કોરોનાના 8 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 4 કેસ અને વડોદરામાં 2 અને સાબરકાંઠા તેમજ સુરકમાં 1-1 વ્યક્તિ કોરોનાની ઝપટે ચડ્યા હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ ગઈકાલે રાજ્યના 29 જિલ્લાઓમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાના કુલ 39 એક્ટિવ કેસો છે. જેમાં તમામ દર્દીઓ સ્ટેબલ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 56,764 લોકોએ કોરોના પ્રતિરોધક વેક્સિન લીધી હોવાનું પણ સામે આવ્યું છે.

કોરોનાથી સજા થવાનો દર 99.13 ટકા
વિશ્વમાં કોરોનાના વધતા કહેર વચ્ચે ગુજરાતમાં  કોરોનાથી સજા થવાનો દર 99.13 ટકા છે. અત્યાર સુધીમાં 12,66,504 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જોકે ચીન સહિતના દેશોમાં વકરી રહેલી કોરોનાની ઉપાધિ સામે ગુજરાતમાં સિંગલ ડિઝીટમાં કોરોનાના પોઝીટીવ કેસ નોંધાવાએ સારા સમાચાર સમાન છે પરંતું હાલની સ્થિતિએ સાવચેતી રાખવી ખૂબ જ અગત્યની છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow