વૈશ્વિક બજારોમાં ભારતીય અર્થતંત્રની ગ્રોથ સ્ટોરી મજબૂત

વૈશ્વિક બજારોમાં ભારતીય અર્થતંત્રની ગ્રોથ સ્ટોરી મજબૂત

વૈશ્વિક સ્તરે 2022નું વર્ષ મોંઘવારી, વ્યાજ વધારો અને જિયો પોલિટિકલ ઇશ્યુઓના કારણે ઇક્વિટી માર્કેટમાં વોલેટાલિટી જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે સતત વધી રહેલી અનિશ્ચિતત્તાના માહોલમાં ભારતીય અર્થતંત્રમાં સ્થિરતા સાથે પોઝિટીવ ગ્રોથ જોવા મળી રહ્યો છે જે ચાલુ વર્ષે પણ મજબૂતી જાળવી રાખે તેવો અંદાજ છે.

મ્યુચ્યુઅલ ફંડ્સમાં એસઆઇપી, લમસમમાં રોકાણઅર્થે અત્યારનો સમય ઉત્તમ છે તેવો નિર્દેશ તાતા મ્યૂચ્યુઅલ ફંડના ફંડ મેનેજર તેજસ ગુટકાએ દર્શાવ્યો હતો. વધુમાં મ્યૂચ્યુઅલ ફંડ સેગમેન્ટમાં છેલ્લા એકાદ વર્ષથી એસઆઇપીમાં દર મહિને 13000 કરોડ આસપાસનો ઇનફ્લો જળવાઇ રહ્યો છે અને ઇન્ડસ્ટ્રીઝની કુલ એયુએમ 40 લાખ કરોડ પહોંચી છે જે ચાલુ વર્ષાન્તમાં પણ ડબલ ડિજિટમાં જળવાઇ રહે તેવી સંભાવના છે.

બેન્કિંગ, રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા ઓટો સેક્ટરમાં મજબૂત દેખાવ રહેશે

  • વૈશ્વિક સ્તરે શું સ્થિતી જોવાશે, ભારતમાં કેવી અસર પડશે ?

વૈશ્વિક સ્તરે હજુ વ્યાજદર મુદ્દે સેન્ટ્રલ બેન્કોનું હોકિશ વલણ જોવા મળી શકે છે જેના કારણે હજુ ઇક્વિટી માર્કેટમાં વોલેટાલિટી જોવા મળી શકે છે અથર્તંત્રમાં સ્થિરતા સાથે ગ્રોથ સ્ટોરી મજબૂત રહેશે.

  • મ્યુચ્યુઅલ ફંડમાં ક્યા સેગમેન્ટમાં રોકાણ ઉત્તમ સાબીત થશે ?

વૈશ્વિક સ્તરે હજુ પણ દબાણ જોવા મળી રહ્યું છે લિક્વિડિટીમાં ઘટાડો થઇ રહ્યો છે તેની મહ્દઅંશે અસર સ્થાનિકમાં જોવા મળી શકે છે પરિણામે મીડકેપ સેગમેન્ટની તુલનાએ સ્મોલકેપ અને લાર્જકેપમાં ટ્રેન્ડ સુધારા તરફી જોવા મળી રહ્યો છે.

  • આવનાર સમયમાં ક્યા સેક્ટર મજબૂત દેખાવ કરશે

વિશ્વના મોટાભાગના માર્કેટ 2022માં નેગેટિવ રહ્યાં હતા તેની સામે ભારતીય માર્કેટમાં મજબૂતી જળવાઇ રહી હતી. ચાલુ વર્ષે સેક્ટર સ્પેસિફિક નજર કરીએ તો બેન્કિંગ, રિયલ એસ્ટેટ, ઓટો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત દેખાવ કરી શકે છે.  

  • તાતા મલ્ટીકેપ ફંડનો એનએફઓ ૩૦મી જાન્યુ. બંધ થશે

તાતા એસેટ મેનેજમેન્ટ દ્વારા તાતા મલ્ટીકેપ ફંડની રજૂઆત કરવામાં આવી છે, જે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરતી ઓપન- એન્ડેડ ઈક્વિટી યોજના છે. રોકાણ કરવા માટે નવી ફંડ ઓફર વિંડો 30 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. ત્યારબાદ યોજના એકધાર્યા વેચાણ માટે અને ફાળવણી પછી પુન:ખરીદી માટે ફરીથી ખૂલશે.

  • ફંડમાં લાંબાગાળાનું રોકાણ જ વળતરદાયી નિવડી શકે

મ્યૂચ્યુઅલ ફંડમાં લાંબાગાળાનું રોકાણ વળતરદાયી સાબીત થઇ રહ્યું છે. તાતા મલ્ટીકેપ ફંડ ગ્રોથ એટ રીઝનેબલ પ્રાઈસ સાથે માર્કેટ કેપ્સ, સ્ટ્રેટેજીઝ, થીમ્સ અને સેક્ટર્સના સંયોજનપર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે તેની અંતર્ગત ફિલોસોફીનું લક્ષ્ય એકંદર પોર્ટફોલિયોનાં જોખમ સમાયોજિત કરવાનું છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow