સ્વાસ્થ્યપ્રદ દેશી ગોળની વધતી જતી ડિમાન્ડ

દરેક પ્રદેશની એક આગવી ઓળખ હોય છે. કોટડા સાંગણીનો દેશી ગોળ હવે પ્રદેશના સીમાડા સર કરી રાજ્ય પાર જવા લાગ્યો છે. અહીંના ખેડૂતો આ પંથકની સારી જમી નનો ફાયદો ઉઠાવી તેમાંથી સારી ક્વોલિટીની શેરડી ઉગાડી તેમાંથી જ કેમિકલ વગરનો અને ઓર્ગનિક દેશી ગોળ તૈયાર કરે છે. જે સ્વાસ્થ્ય માટે પણ સારો અને ગુણકારી હોવાનું જણાયું છે. નોંધનીય છે કે અહીંના ઉત્પાદકો 12 થી 15 હજાર મણ ગોળ તૈયાર કરે છે અને તેની ડિમાન્ડ રાજકોટ, મોરબી, જામન ગરની સાથે સાથે મુંબઇ સુધી રહે છે. સ્વાદ અને પૌષ્ટ કતાના શોખીનો બલ્કમાં અહીંથી ખરીદી કરી જતા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.

પહેલાં દેશી ગોળ ન ખપતો, હવે લોકો સામેથી માગે છે
ગોપાલ ફાર્મ વાળા જયદી ભાઈએ ઉમેર્યું હતું કે અમે 100 વીઘા જમીન માંથી 45 વીઘામાં શેરડી વાવી દેશી ગોળ નું ઉત્પન્ન કરીએ છીએ. પહેલાં દેશી ગોળની માંગ ખૂબ જ ઓછી હતી. હવે લોકો ઓર્ગનિક - શુદ્ધ કે દેશી ગોળ તરફ વળતા થયા છે અને બહાર ગામથી આવતા લોકો તો 50 કે 100 કિલો ગોળનો ઓર્ડર આપે છે.
અમે ગોળમાં કોઇ જ મિલાવટ કરતા નથી
રામ ફાર્મના ખેડૂત ધર્મ શભાઈ સોજીત્રા જણાવે છે કે અમ અહીં ગોળ ખરીદવા આવતા લોકોને ગોળ બનતો બતા વીએ છીએ અને ગરમ ગરમ તૈયાર કરી આપ એ. આ ગોળમાં કલર કે કેમિકલ કે કોઈ પણ જાતની દવાની મિલાવટ કરવામાં નથી આવતી, જેથી તે સ્વાદમાં ખુબ જ મીઠો હોય છે.
ભેજથી દૂર રહે તો ગોળ લાંબા સમય સુધી એવો જ રહે
આ પંથકમાં સીઝ માં 12 થી 15 હજાર મણ ગોળ બને છે, દેશી ગોળ લાંબા સમય સુધી શુદ્ધ જ રહે છે. બને ત્યાં સુધી ભેજવાળા વાતાવરણથી દૂર રાખવામા આવે તો લાંબા સમય સુધી શુધ્ધ રહે. અહીંનો દેશી ગોળ અત્યારે તો એક્સપોર્ટ થતો નથી, પરંતુ દેશમાં ઘણી માગ છે. - જેનિથ સોજીત્રા , રામ ફાર્મ
મસાલા ગોળની મીઠાશ મોહન થાળ જેવી : ખેડૂતો
દેશી ગોળ બનાવ વાની પ્રક્રિયા દરમ્યાન સ્વાદના શોખીનો તેમાં શુદ્ધ ઘી, જાય ફળ, બદામ સહિ તના વિવિધ મસાલા ઉમેર વાનો આગ્રહ રાખે છે અને તેમાંથી બનેલો ગોળ મોહનથાળથી કમ નથી હોતો તેવો દાવો અહીંના ખેડૂતો કરી રહ્યા છે.