મગફળીનો ભાવ બીજા દિવસે રૂ.1700ની સપાટી પર

મગફળીનો ભાવ બીજા દિવસે રૂ.1700ની સપાટી પર

ખાદ્યતેલના ભાવ ઉંચા રહેતા સીંગદાણા અને મગફળીના પણ ઉંચા ભાવ બોલાઇ રહ્યા છે. મંગળવારે યાર્ડમાં મગફળીનો ભાવ રૂ.1700ની ઉપર પહોંચ્યો હતો. જે રેકોર્ડબ્રેક સપાટીએ છે, તો સીંગદાણાનો ભાવ રૂ.2200 એ પહોંચવામાં માત્ર રૂ. 20નું જ છેટું છે. હાલમાં સીંગદાણા, મગફળીમાં ડિમાન્ડ રહેતા ભાવ ઊંચકાઇ રહ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જૂન માસમાં મુખ્ય અને સાઇડ તેલ બન્નેમાં તેજી જળવાયેલી હતી, પરંતુ આ સપ્તાહમાં સાઇડ તેલના ભાવમાં ઘટાડો આવ્યો છે. જ્યારે મુખ્ય તેલ સિંગતેલ અને કપાસિયા તેલના ભાવની સપાટી ઊંચી છે. જોકે આ ભાવવધારા માટે સટ્ટાખોરી જવાબદાર છે.

બુધવારે સિંગતેલના ભાવમાં વધારો થતા ડબ્બો રૂ. 2970 નો થયો હતો. જ્યારે કપાસિયા તેલનો ડબ્બો રૂ.1720 નો થયો છે. મગફળીમાં આવક ઓછી હોવાને કારને પિલાણ પણ ઘટ્યું હોવાનું ઓઇલમિલરો કહી રહ્યા છે. સીંગદાણા, મગફળીની જેમ જીરુંના ભાવમાં પણ તેજી યથાવત્ રહી છે. જીરુંનો ભાવ છેલ્લા એક સપ્તાહથી રૂ.12 હજારની સપાટીએ યથાવત્ છે. બુધવારે આવક 300 ક્વિન્ટલ રહી હતી. હાલ ખેડૂતો કરતા સંગ્રહખોરો પાસે જીરુંનો સ્ટોક વધારે છે. જેને કારણે સટ્ટાખોરી થતા ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યો છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow