મહેસાણાથી મહુડી દર્શને જતાં GPSCના અધિકારીનું ગાડી પલટતાં મોત, 4ને ઇજા

મહેસાણાથી મહુડી દર્શને જતાં GPSCના અધિકારીનું ગાડી પલટતાં મોત, 4ને ઇજા

મહેસાણામાં રહેતા અને દાહોદના મોટી ખેરજ ગામના વતની ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળમાં ડેપ્યુટી ડાયરેક્ટર સુરેન્દ્રસિંહ ખપેડ પરિવાર સાથે રવિવારની રજા હોઇ ગાડી લઇ મહુડી દર્શને જવા નીકળ્યા હતા, ત્યારે રામપુરા ચોકડી અને દેવરાસણ વચ્ચે તેમની ગાડી રોડની સાઇડમાં કિલોમીટરના પથ્થર સાથે ટકરાતાં પલટી ખાઇ ગઇ હતી. જેમાં સુરેન્દ્રસિંહ ખપેડનું મોત થયું હતું. જ્યારે અન્ય ચારેક જણાને ઇજા થતાં સિવિલમા લવાયા હતા.

મહેસાણા શહેરમાં વિસનગર લીંક રોડ પર તિરૂપતિ હર્ષ રેસીડેન્સીમાં રહેતા સુરેન્દ્રભાઇ ખપેડ રવિવારે સવારે તેમના મિત્રની ગાડી (જીજે 09 બીએફ 3205) લઇ પુત્ર યુમિત, તેમના પિતા, માતા, બહેન સહિતની સાથે મહુડી દર્શન કરવા નીકળ્યા હતા.

ગાડી સુરેન્દ્રભાઇ ચલાવતા હતા. સવારે 11.30 વાગે રામપુરા ચોકડીથી દેવરાસણ તરફના રોડ ઉપર ગાડી રોડ સાઇડે કિલોમીટર દર્શાવતા પથ્થર સાથે ટકરાઇને પલ્ટી ખાઇ ગઇ હતી. જેમાં ઘાયલ તમામને 108માં મહેસાણા સિવિલ હોસ્પિટલ લવાયા હતા.

જ્યાં તબીબે સુરેન્દ્રસિંહ ભગવાનભાઇ ખપેડ (45)ને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ભગવાનભાઇ વિરસંગભાઇ ખપેડને વધુ સારવાર માટે લાયન્સ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. આ બનાવ અંગે મૃતકના પુત્ર યુમીતકુમાર ખપેડે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow