સરકારે ઇમરાન પર બોમ્બ હુમલાનું એલર્ટ જારી કર્યું, પંજાબના એલિટ કમાન્ડો સુરક્ષા આપશે

સરકારે ઇમરાન પર બોમ્બ હુમલાનું એલર્ટ જારી કર્યું, પંજાબના એલિટ કમાન્ડો સુરક્ષા આપશે

કેટલાક દિવસ પહેલાં હુમલામાં ઇજાગ્રસ્ત પાકિસ્તાનના વિપક્ષ નેતા ઇમરાન ખાન ફરી એકવાર શાહબાઝ શરીફ સરકાર વિરુદ્વ હલ્લાબોલ કરવા જઇ રહ્યા છે. શાહબાઝ શરીફ સરકારનું રાજીનામું લઇને ફરીથી ચૂંટણીની માંગને લઇને ઇમરાન ખાન રાવલપિંડીમાં રેલી કરશે. સુરક્ષા એજન્સીઓના બોમ્બ હુમલાના એલર્ટને ધ્યાનમાં રાખતા ઇમરાનની સુરક્ષામાં પંજાબ પ્રાંતમાં તેમની પાર્ટી તહરીકે ઇન્સાફની સરકારે એલીટ કમાન્ડો તહેનાત કર્યા છે.

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની પોલીસની વિશેષ ટુકડી અને ઇમરાનના ખાનગી ગાર્ડ્સ પણ સુરક્ષા કરી રહ્યા છે. ડ્રોન કેમેરા અને ઇમરાનના સનરુફ વ્હીકલ પર પ્રતિબંધ છે. હેલિકોપ્ટરથી નજર રખાશે. ઇમારતમાં સ્નાઇપરો તહેનાત કરાશે. સરકારે ઇસ્લામાબાદના દરેક રસ્તાઓ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. ઇંગ્લેન્ડની સાથે મેચને ધ્યાનમાં રાખતા વહીવટીતંત્ર દ્વારા રેલીને લઇને કેટલીક શરતો પણ રખાઇ છે.

રાજીનામાનું દબાણ વધારવા ઇમરાન ફરી રેલી કરશે
પાકિસ્તાનના રાજકીય વિશ્લેષક નજમ સેઠીએ કહ્યું કે ઇમરાનનો હેતુ શાહબાઝ સરકાર પર રાજીનામાનું દબાણ વધારવાનો છે. સૈન્યમાં બદલાવ બાદ માર્ચમાં શાંતિપૂર્ણ રીતે ખતમ થવાની સંભાવના છે. નિવૃત્ત સૈન્ય પ્રમુખ કમર જાવેદ બાજવાએ પણ કહ્યું કે સૈન્ય રાજકીય મામલામાં દખલગીરી નહીં કરે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow