જામનગરમાં સરકારી આવાસ બે વર્ષથી તૈયાર છતાં ખાલીખમ, મનપાનો લૂલો બચાવ, વિપક્ષ આ દાવા સામે પ્રશ્નાર્થ

જામનગરમાં સરકારી આવાસ બે વર્ષથી તૈયાર છતાં ખાલીખમ, મનપાનો લૂલો બચાવ, વિપક્ષ આ દાવા સામે પ્રશ્નાર્થ

જામનગર મહાનગરપાલિકા દ્વારા જુદી-જુદી જગ્યા પર બનાવેલા 156 આવાસ બે વર્ષથી ખાલી પડયા છે. મહાનગરપાલિકા દ્વારા આવાસની ખરીદી કરવા માટે અરજીઓ માંગવામાં આવે છે પરંતુ મહાનગરપાલિકાના આવાસ ખરીદીમાં લોકો ઉત્સાહ દર્શાવતા નથી. JMC દ્વારા વારંવાર અવસોનું વેચાણ કરવા માટે પ્રયત્નો કરવામાં આવે પરંતુ પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે. અરજદારો વારંવાર ફોર્મ ભર્યા બાદ કેન્સલ કરાવી રહ્યા છે. બીજી તરફ મનપાના અધિકારીઓ લૂલો બચાવ કરી રહ્યા છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મયુરનગર મેઇન રોડ વામ્બે આવાસ યોજના બાજુમાં, એમ.પી.શાહ ઉધોગનગર પાછળ, હાપા પેટ્રોલ પંપ પાછળ વન બેડરૂમ હોલ કીચન અને ટુ બેડરૂમ હોલ કીચનના ફલેટ બનાવામાં આવ્યા છે. આ યોજના બે વર્ષ કરતા વધુ સમયથી પૂર્ણ થઇ ગઇ છે. આમ છતાં ચાર આવાસ યોજનામાં નવાનકોર 156 ફલેટ ખાલી પડયા છે.

જામનગર મનપા દ્વારા ખાલી પડેલા ફલેટ માટે છાશવારે અરજીઓ મંગાવામાં આવે છે. પરંતુ અરજદારો ફોર્મ ભર્યા બાદ કેન્સલ કરાવી નાખતા હોય છે. આવાસ ખાલી પડયા હોવા છતાં મહાપાલિકાના અધિકારીઓ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે. ખરા અર્થમાં આવાસના સ્થળ લોકોને પસંદ ન હોવાથી આ સમસ્યા સર્જાઇ છે. ત્યારે વધુ એક વખત મનપા દ્વારા આવાસ માટે અરજીઓ મંગાવામાં આવી છે.

જામનગરના મયુરનગર મેઇન રોડ પર 52 આવાસ ખાલી પાડયા છે તો ઉદ્યોગનગર પાછળ 70 આવાસ ખાલી  પાડયા છે. વધુમાં હાપા પેટ્રોલ પંપ પાછળ 24 આવાસ સહિત કુલ ખાલી 156 આવાસનું કોઈ લેનાર ન હોય તેવો ઘાટ સર્જાયો છે.

  • કેમ કોઈ નાગરિક આવાસમાં રહેવા નથી માંગતો?
  • દેખાવમાં સારી ઈમારતો હોવા છતાં ખાલી કેમ?
  • આવાસમાં દરેક પ્રકારની સુવિધા હોવા છતાં ફ્લેટ ખાલી કેમ?
  • આવાસ યોજનામાં શું તંત્રની બેદરકારી જવાબદાર છે?
  • કેમ તંત્રની અનેક પહેલ છતાં આવાસ ખાલી છે?
  • શું નાગરિકોને આવાસ પસંદ નથી?

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow