Covaxinને લઈ સરકારની સ્પષ્ટતા

Covaxinને લઈ સરકારની સ્પષ્ટતા

કોરોનાની રસી કોવેક્સિન વિશે ફેલાતી અફવાઓ પર ભારત સરકારે પૂર્ણ વિરામ મૂક્યું છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે ભારત બાયોટેકની રસી કોઈપણ રાજકીય દબાણ હેઠળ મંજૂર કરવામાં આવી નથી. મીડિયા પર આ અંગે ચાલી રહેલી માહિતી ખોટી છે, તેઓ જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. કોવેક્સિનને મંજૂરી આપતા પહેલા તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવ્યું છે.

રોગચાળા દરમિયાન પણ ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી: ભારત બાયોટેક

‌‌​​​​​​​હવે ભારત બાયોટેકે પણ આ મુદ્દે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો અને જૂથોએ કોવેક્સિન વિશે ખોટી માહિતી ફેલાવી છે, અમે તેની નિંદા કરીએ છીએ. ફક્ત તે જ લોકો આ કરી રહ્યા છે, જેમને રસી અથવા વેક્સિન વિજ્ઞાન વિશે કોઈ જ્ઞાન નથી. આ લોકોએ રોગચાળા દરમિયાન પણ ખોટા સમાચાર ફેલાવવામાં મદદ કરી હતી. કોવેક્સિનના ઉત્પાદનને લઈને કંપની પર કોઈ દબાણ નહોતું.

કેટલીક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત સરકારે રાજકીય દબાણને કારણે સ્વદેશી કોવેક્સિનને જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા વિના ઉપયોગની મંજૂરી આપી દીધી હતી. તેની સાથે કંપની પર વેક્સિનનું ઉત્પાદન વધારવાનું દબાણ હતું. જેમાં નિયમોની પણ અવગણના કરવામાં આવી હતી. હવે ભારત સરકારે આ રિપોર્ટને અફવા ગણાવી છે.

‌3 જાન્યુઆરી 2021ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતની સ્વદેશી વેક્સિન ભારત બાયોટેકની Covaxinને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. અત્યાર સુધીમાં દેશભરમાં 200 કરોડથી વધુ કોરોના રસી આપવામાં આવી છે. હાલમાં સરકાર દ્વારા લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે.

‌‌

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow