Google લઇને આવ્યું છે શાનદાર ફીચર્સ, હવે કોઇને મેસેજ મોકલવા તમારે રાહ નહીં જોવી પડે, ઓટોમેટિક જ થઇ જશે સેન્ડ

Google લઇને આવ્યું છે શાનદાર ફીચર્સ, હવે કોઇને મેસેજ મોકલવા તમારે રાહ નહીં જોવી પડે, ઓટોમેટિક જ થઇ જશે સેન્ડ

ગૂગલ તેના પ્લેટફોર્મ પર નવા ફીચર્સ ઉમેરતું રહે છે. લેટેસ્ટ ફીચર એન્ડ્રોઇડ યુઝર્સ માટે બહાર પાડવામાં આવ્યું છે. તેની મદદથી યુઝર્સ ટેક્સ્ટ મેસેજ શેડ્યૂલ કરી શકે છે. એટલે કે મેસેજ લખીને તે સમય જણાવો કે ક્યારે મોકલવાનો છે અને મેસેજ આપોઆપ મોકલવામાં આવશે. આ સુવિધા ઘણા કિસ્સાઓમાં કામમાં આવી શકે છે. ઉદાહરણ તરીકે, તમે કોઈના જન્મદિવસ પર સંદેશ અગાઉથી શિડ્યૂલ કરી શકો છો. આ માટે તમારે રાત્રે જાગીને રાહ જોવી પડશે નહીં. તમે Google મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરીને આ કરી શકો છો. ગૂગલની આ એપ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં પહેલાથી ઇન્સ્ટોલ કરેલી છે.

આમાં તમને માત્ર સરળ મેસેજિંગ ફીચર્સ જ નહીં પરંતુ ઘણા અદભૂત ફીચર્સ મળશે. જોકે, હવે મોટી સંખ્યામાં લોકો મેસેજિંગ માટે વોટ્સએપનો ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે આ એપના ઘણા ફીચર્સ લોકોનું ધ્યાન નથી જતા.

આ મેસેજના શિડ્યુલ કરવાની રીત
સૌથી પહેલા તમારે Google Messages App  પર જવું પડશે. બાદમાં તમારે કન્વર્સેશન પર ગયા બાદ મેસેજ ટાઈપ કરવો પડશે. જે બાદ તમારે સેન્ડ બટન  દબાવી રાખવું પડશે અને રાહ જોવી પડશે. થોડાક સમય રાહ જોયા બાદ તમને એક ઓપ્શન દેખાશે. એમાં તમને ત્રણ ડિફોલ્ટ સમયનાં ઓપ્શન મળશે. એના સિવાય તમને સમય અને ટાઈમ સેટ કરવાનું પણ ઓપ્શન દેખાશે. જેને કન્ફર્મ કરવું પડશે.

કોઈ પણ મેસેજને શિડ્યુલ કરી શકો છે

આ રીતે તમે કોઈ પણ મેસેજને શિડ્યુલ કરી શકો છો. વપરાશકર્તા પાસે શિડ્યુલ મેસેજને એડિટ કરવાનો તેમજ તેને તરત મોકલવાનો અને ડિલીટ કરવાનો પણ ઓપ્શન આપવામાં આવ્યું છે. જેથી ખૂબ જ સરળતાથી તમે એન્ડ્રોઈડ સ્માર્ટ ફોન પર કોઈ પણ મેસેજને શિડ્યુલ કરી શકો છો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow