ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે ગુડ ન્યુઝ, LPG ગેસ સબસિડીને લઇ કેન્દ્ર સરકાર લઇ શકે મોટો નિર્ણય

ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે ગુડ ન્યુઝ, LPG ગેસ સબસિડીને લઇ કેન્દ્ર સરકાર લઇ શકે મોટો નિર્ણય

દેશનું આવનારું બજેટ આવવાને હવે થોડા મહિના જ બાકી રહ્યા છે એવામાં સરકાર સામાન્ય જનતા માટે કેન્દ્રીય બજેટમાં ઘણા મોટા એલાન કરી શકે છે.

સામાન્ય લોકોને રાહત આપવા માટે ટેક્સમાં છૂટ એટલે કે ટેક્સ સેવિંગની યોજનાઓના લાભ અને થોડા નિયયમોમાં બદલાવ કરી શકે છે. આ વચ્ચે ચર્ચા એમ ચાલી રહી છે કે રસોઈ ગેસ પર ઉજ્જવલા યોજના (PM Ujjwala Yojana) હેઠળ આપવામાં આવતી સબસિડીને પણ સરકાર વધારી શકે છે.

જણાવી દઈએ કે સરકાર હાલમાં ઉજ્જવલા યોજના હેઠળ વર્ષના 12 સિલિન્ડર પર દર મહિને લોકોને દરેક એલપીજી સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી આપે છે અને હવે આગામી નાણાકીય વર્ષમાં તેમાં વધારો કરવાનું કહેવામાં આવી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર સરકાર 100 ટકા એલપીજી કવરેજના લક્ષ્યને પૂર્ણ કરવા માટે ઉજ્જવલા યોજનાને માર્ચ 2023 પછી આગળ લંબાવી શકે છે.  

9 કરોડ લોકોને મળ્યો છે લાભ
મે 2021 માં ફુગાવાની અસરને ઘટાડવા માટે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે 12 ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડીની જાહેરાત કરી હતી અને આ યોજના હેઠળ 9 કરોડથી વધુ લોકોને લાભ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ચાલુ નાણાકીય વર્ષ માટે અંદાજિત રૂ. 6,100 કરોડ ખર્ચવામાં આવ્યા હતા.

ઉજ્જવલા યોજનાને લઈને સરકારની કઇંક આવી છે યોજના
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાં મંત્રાલય આ યોજનાને બીજા નાણાકીય વર્ષ માટે પણ લંબાવી શકે છે.  

યોજનાને ચાલુ રાખવામાં આવશે જેથી તમામ લોકોને આ યોજનાનો લાભ મળી શકે. આ યોજના LPG ગેસ કનેક્શન લેવા માટે ગરીબી રેખા નીચે આવતા લોકોને 1,600 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે. આ સાથે ફ્રી રિફિલ અને સ્ટવ પણ આપવામાં આવે છે. જણાવી દઈએ કે સરકાર ઉત્તર ભારતમાં આ યોજનાને વધુ મજબૂત કરવા માંગે છે.

નોંધનીય છે કે પહેલા તબક્કામાં બહાર રહી ગયેલા પરિવારો સુધી પહોંચવાના ઉદ્દેશ્ય સાથે 2016માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવી હતી અને 10 ઓગસ્ટ 2021ના રોજ ઉજ્જવલા 2.0 શરૂ કરવામાં આવી હતી.

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow