પોસ્ટ ઓફિસમાં રોકાણ કરનાર માટે ખુશખબર! લાખો ગ્રાહકોને મળશે 13.89 લાખ, જાણો કઈ રીતે?
પોસ્ટ ઓફિસના ગ્રાહકો માટે એક સારા સમાચાર છે. જો તમે પણ કોઈ પોસ્ટ ઓફિસ સ્કીમમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે અથવા તમારી પાસે કોઈ પ્લાન છે, તો આજે અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવીશું, જેમાં તમને 13.89 લાખ રૂપિયાની ગેરંટી મળશે.
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ
પોસ્ટ ઓફિસની આ સ્કીમનું નામ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) છે. જેમાં તમને મોટુ રિટર્ન મળે છે અને પૈસાની ગેરેન્ટી પણ આપવામાં આવે છે. આ સ્કીમમાં નાણાં લગીવવીની કોઈ પણ મેક્સિમમ લિમિટ નથી.

મલ્ટીપલ એકાઉન્ટ ઓપન કરાવો
આ સાથે તમે તેમાં એકથી વધુ એકાઉન્ટ ખોલી શકો છો. આ સિવાય જો તમે ટેક્સ બચાવવા માટે કોઈ સ્કીમ શોધી રહ્યા છો તો આ બેસ્ટ ઓપ્શન છે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમની પાકતી મુદત 5 વર્ષની છે.
વ્યાજદર
NSCમાં ગ્રાહકોને 6.8 ટકાના દરે વ્યાજનો લાભ મળે છે. આ ઉપરાંત, તમને ચક્રવૃદ્ધિ વ્યાજની સુવિધા મળે છે, જેનો અર્થ છે કે તમને બમણા વ્યાજનો લાભ મળશે.
.jpg)
10 લાખ રૂપિયાનું કરો રોકાણ
જો તમે આ સ્કીમમાં રૂ. 10 લાખનું રોકાણ કરો છો, તો 5 વર્ષ પછી તમને મેચ્યોરિટી પર કુલ રૂ. 13,89,493 મળશે. ત્યાં જ જો આપણે વ્યાજમાંથી આવકની વાત કરીએ તો તે 3,89,493 રૂપિયા થશે. તમે આમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. જ્યારે તમારે 100ના મલ્ટીપલમાં પૈસા લગાવવાના રહેશે.
પોસ્ટ ઓફિસમાં ખોલાવો ખાતુ
તમે દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાં નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટને ખોલાવી શકો છો. આ સાથે જ ભારતનો કોઈપણ નાગરિક તેમાં ખાતું ખોલાવી શકે છે. NSC માં 5 વર્ષ પહેલા વિડ્રોલ નથી કરી શકાતુ. છૂટ અમુક ચોક્કસ સંજોગોમાં જ ઉપલબ્ધ છે. સરકાર દર 3 મહિને NSC માટે વ્યાજ દરની સમીક્ષા કરે છે.