WFH કરતા IT સેક્ટરના કર્મચારીઓ માટે ખુશખબર! 2023 સુધી કરી શકશે ઘરેથી કામ, સરકારે આપી મંજૂરી

WFH કરતા IT સેક્ટરના કર્મચારીઓ માટે ખુશખબર! 2023 સુધી કરી શકશે ઘરેથી કામ, સરકારે આપી મંજૂરી

વાણિજ્ય મંત્રાલયે ગુરૂવારે ખાસ આર્થિક ક્ષેત્રો એટલે કે એસઈઝેડમાં કામ કરનાર આઈટી કર્મચારીઓને ડિસેમ્બર, 2023 સુધી સંપૂર્ણ રીતે ઘરથી અથવા ખાસ આર્થિક ક્ષેત્રોની બહાર કોઈ પણ સ્થાનથી કામ કરવાની પરવાનગી આપવામાં આવી છે. સરકારે એસઈઝેડમાં રહેલા આઈટી કર્મચારીઓને 31 ડિસેમ્બર 2023 સુધી અમુક શરતોની સાથે ઘરેથી કામ કરવાની પરવાનગી આપવા માટે ખાસ આર્થિક ક્ષેત્ર એટલે કે એસઈઝેડના નિયમોમાં સંશોધન કર્યું છે.

એસઈઝેડ કાપદાના સંશોધિત નિયમ 43A અનુસાર, IT અને સુચના પ્રાધ્યોગિકી સેવાઓના કર્મચારી, યાત્રા કરનાર કર્મચારીઓની સાથે સાથે ઓફસાઈટ કામ કરનાર કર્મચારીઓના ઘર એટલે WFH અથવા SEZના બહાર કોઈ પણ સ્થાનથી કામ કરવાની અનુમતિ હશે.

જુલાઈમાં 50 ટકા કર્મચારીઓને આપવામાં આવી WFHની પરવાનગી
જણાવી દઈએ કે કેન્દ્રએ એસઈઝેડમાં બેસીને કામ કરનાર કર્મચારીઓ સહિત 50 ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની પરવાનગી આપે હતા. અત્યાર સુધી વર્ક ફ્રોમ બોમના ખાસ આર્થિક ક્ષેત્રોમાં વધુમાં વધુ 1 વર્ષના સમયગાળા માટે પરવાનગી આફવામાં આવી હતી.

ત્યાં જ ડબ્લ્યુએફએચમાં વધારે સંખ્યામાં લોકોને મંજૂરી આપવામાં આવી એસઈઝેડના વિકાસ આયુક્તોના નિયમોમાં તરલતા લાવવા માટે છુટ આપવામાં આવી હતી.

WFH કરનાર કર્મચારીઓની બનાવવી પડશે યાદી
ગુરુવારે જારી કરાયેલા નોટિફિકેશનમાં વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે એક યુનિટ તેના કર્મચારીઓને ઘરેથી અથવા SEZની બહાર કોઈપણ જગ્યાએથી કામ કરવાની મંજૂરી આપી શકે છે. નવો નિયમ જણાવે છે કે એક યુનિટે માત્ર તે જ કર્મચારીઓની યાદી જાળવવી પડશે જેમને WFH અથવા SEZની બહાર કોઈપણ સ્થાનેથી કામ કરવાની પરવાનગી આપવામાં આવી છે અને જ્યારે જરૂર પડે ત્યારે તે યાદી વિકાસ કમિશનરને સબમિટ કરવી પડશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow