સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, મોંઘવારી ભથ્થામાં આવતા વર્ષે થશે આટલો વધારો, જાણો આંકડાઓ

સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, મોંઘવારી ભથ્થામાં આવતા વર્ષે થશે આટલો વધારો, જાણો આંકડાઓ

નવી દિલ્હી:  કેન્દ્રીય કર્મચારીઓની સેલેરીમાં આવતાં વર્ષે વધારો થઇ શકે છે. સરકાર આવતાં વર્ષની શરૂઆતમાં મોંઘવારી ભથ્થું DAમાં વધારો કરી શકે છે. મોંઘવાકી ભથ્થામાં દરવર્ષે 2 વખત વધારો કરવામાં આવે છે. કેન્દ્રીય કર્મચારીઓને જૂલાઇ 2022થી 38% મોંઘવારી ભથ્થું મળતું હતું. ડીએમાં વધારો ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ AICPIનાં આંકડાઓને આધારે કરવામાં આવે છે. કર્મચારીઓને સરકાર DA ફાળવે છે તો પેન્શનર્સને DR એટલે કે મોંઘવારી રાહત આપવામાં આવે છે.

જાન્યુઆરી 2023માં DAમાં થશે વધારો
મોંઘવારી ભથ્થાંમાં હવે વધારો જાન્યુઆરી 2023માં થશે. જૂલાઇથી સપ્ટેમ્બર સુધી મોંઘવારીનાં આંકડાઓ આવી ચૂક્યા છે અને નવેમ્બરનાં અંતમાં ઓક્ટોબરની મોંઘવારીનાં આંકડા મળી જશે. એક્સપર્ટ્સનું કહેવું છે કે DAમાં આવતાં વર્ષે 4% જેટલો વધારો શક્ય છે. જો એવું થાય છે તો મોંઘવારી ભથ્થું વધીને 42% જેટલી થઇ શકે છે.  પાછલા મહિને રિટેલમાં મોંઘવારી ઓછી જોવા મળી પરંતુ ગ્લોબલ ઇન્ફેલેશન અત્યારે પણ ઉપર વધેલ દેખાઇ રહી છે.

2 વખતમાં 7% જેટલો વધારો
વર્ષ 2022માં સરકારે 2 વખતમાં સરકારી કર્મચારીઓનાં ડીએમાં 7% જેટલો વધારો કર્યો છે. જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થાંને 31%થી વધારીને 34% કરી દેવામાં આવ્યુ હતું. આવી રીતે સરકારે 3% જેટલો વધારો કર્યો. જૂલાઇમાં સરકારે ડીએમાં 4% જેટલો વધારો કરતાં આ આંકડો 34%થી વધીને 38% થયું. સરકાર આ પગલાં થકી 50 લાખ કર્મચારીઓ અને 62 લાખ પેન્શનર્શને ફાયદો આપી રહી છે.

50% થતાં જ તેનો સમાવેશ થશે બેસિક સેલેરીમાં
કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થાંનું રિવિઝન દર 6 મહિને કરવામાં આવે છે. પરંતુ 7માં પગાર પંચ દ્વારા તેમાં એક શરત જોડવામાં આવી છે કે જ્યાકે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50% એ પહોંચશે ત્યારે તે પૈસા કર્મચારીઓની મૂળભૂત સેલેરીમાં જોડી દેવામાં આવશે.

Read more

ટ્રમ્પનો આદેશ - અમેરિકાનો ધ્વજ સળગાવનારને જેલ થશે

ટ્રમ્પનો આદેશ - અમેરિકાનો ધ્વજ સળગાવનારને જેલ થશે

સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે બે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. પહેલા ઓર્ડરમાં, પૈસા જમા કરાવ્યા વિના આરોપીઓને મુક્ત કરવાની

By Gujaratnow
બાંગ્લાદેશે કહ્યું- પાકિસ્તાન 1971ના નરસંહારની માફી માગે

બાંગ્લાદેશે કહ્યું- પાકિસ્તાન 1971ના નરસંહારની માફી માગે

બાંગ્લાદેશે પાકિસ્તાનને 1971ના નરસંહાર માટે માફી માગવા કહ્યું છે. હકીકતમાં પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન મોહમ્મદ ઇશાક ડારે

By Gujaratnow
રેખા ઝુનઝુનવાલા પર ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ

રેખા ઝુનઝુનવાલા પર ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ

રેખા ઝુનઝુનવાલા પર ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ આ આરોપો લગાવ્યા છે. આ આરોપો એટલા માટે લગાવવામાં આવી રહ્યા

By Gujaratnow