ગોંડલ પંથકમાં સાવજના ફરી પગરવ દેવળા ગામની સીમમાં ગાયનું મારણ

ગોંડલ પંથકમાં સાવજના ફરી પગરવ દેવળા ગામની સીમમાં ગાયનું મારણ

ગોંડલ પંથકમાં ફરી પાછા સિંહે દેખા દીધી છે અને છેલ્લા સાત આઠ વર્ષથી દિવાળી આસપાસ આ પંથકમાં આવવાની પરંપરા જાળવી રાખી છે. ગોંડલ તાલુકાના સુલતાનપુર અને દેવળાની સિમમાં ધામાં નાખ્યા છે અને સાથે બે બાળ સિંહ પણ જોવા મળ્યા હતા . આ પરિવારે ગાયનું મારણ કર્યું હોય વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ પંથકના સુલતાનપુર અને દેવળા ગામની સિમમાં બે બાળ સિંહ કપાસના વાવેતર માં દેખાયા હોય જે બાળ સિંહ અમરેલી રેન્જના હોવાનું ફોરેસ્ટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. બન્ને બાળસિંહનું લોકેશન મેળવવા વન વિભાગે કવાયત હાથ ધરી હતી. બાળસિંહની દેખરેખમાં RFO દીપકસિંહ જાડેજા, ફોરેસ્ટર એચ.એમ.જાડેજા, પી.એમ.ચુડાસમા, એસ.જે. ચુડાસમા સહિતનો વનવિભાગ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow