'ગોલમાલ' અને 'ચેન્નઈ એક્સપ્રેસ'થી થશે 'સર્કસ'ની ક્રોસ ઓવર, આ દમદાર પાત્રમાં જોવા મળશે અજય દેવગણ

'ગોલમાલ' અને 'ચેન્નઈ એક્સપ્રેસ'થી થશે 'સર્કસ'ની ક્રોસ ઓવર, આ દમદાર પાત્રમાં જોવા મળશે અજય દેવગણ

રોહિત શેટ્ટી હવે 'સર્કસ'માં વધુ એક પ્રયોગ કરશે

એક્શન અને કૉમેડીમાં સારી મ્હારત પ્રાપ્ત કરનારા રોહિત શેટ્ટીની કૉમેડી ફિલ્મોની દુનિયા છે 'ગોલમાલ' સીરીઝ. અને એકશન ફિલ્મ સિંઘમ સીરીઝમાં આગ પણ લગાવે છે.

તેમની નવી ફિલ્મ 'સર્કસ' હવે વધુ એક પ્રયોગ કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણની ઝલક દર્શકો જોઇ ચૂક્યા છે, ફિલ્મને લઇને બીજો ધમાકો રોહિત શેટ્ટી પોતાના નજીકના મિત્ર અને જીગરી મિત્ર અભિનેતા અજય દેવગણને લઇને કરવાના છે.

'સર્કસ'માં અભિનેતા અજય દેવગણ ખાસ પાત્રમાં દેખાશે

ફિલ્મ 'સર્કસ'માં અભિનેતા અજય દેવગણ પણ એક ખાસ પાત્રમાં જોવા મળશે. અજય દેવગણે જ્યાં પોતાની ગોલમાલ સીરીઝ અને સિંઘમ સીરીઝના પાત્રમાં પર્યાપ્ત અંતર બનાવી રાખ્યું છે. રોહિત શેટ્ટીના બીજા મનપસંદ કલાકાર રણવીર સિંહની છબી સિંઘમ સીરીઝની ફિલ્મો સિમ્બા અને સૂર્યવંશીમાં એક કૉમેડિયન પોલીસ ઓફિસર રહી અને આશરે આ છબીની સાથે તેઓ રોહિતની આગામી ફિલ્મ સર્કસમાં પણ જોવા મળવાના છે.

ફિલ્મ સર્કસની કહાની કોઈ 60 વર્ષ પાછળની દુનિયા બતાવવાનો પ્રયાસ કરશે અને તેમાં ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસની મીનાલોચની અઝગાસુંદરમ ઉર્ફે મીનામ્માની એન્ટ્રી દર્શક ફિલ્મના ટ્રેલર અને ગીતમાં જોઇ ચૂક્યા છે. દીપિકા પાદુકોણ પોતાનુ આ પાત્ર સર્કસમાં દોહરાવી રહી છે.

ફિલ્મ 'સર્કસ' રોહિત શેટ્ટીની 15મી ફિલ્મ હશે

હવે વાત કરીએ રોહિત શેટ્ટીના લકી મેસ્કોટ રહેલા અજય દેવગણની. રોહિત શેટ્ટી અને અજય દેવગણ બંને હિન્દી સિનેમાના નામચીન ફાઈટ માસ્ટર અનુક્રમે: શેટ્ટી અને વીરૂ દેવગણના પુત્ર છે.

બંનેની મિત્રતા પણ બાળપણથી ચાલી આવી રહી છે. રોહિત શેટ્ટીએ નિર્દેશક તરીકે જે પહેલી ફિલ્મ જમીન 19 વર્ષ પહેલા બનાવી હતી. તેમાં પણ તેમણે અજય દેવગણને લીડ હીરોના રોલમાં લીધા હતા. ફિલ્મમાં અભિષેક બચ્ચન અને બિપાશા બાસુ પણ દેખાયા હતા ત્યારથી રોહિત શેટ્ટી અત્યાર સુધી 14 ફિલ્મો નિર્દેશક તરીકે બનાવી ચૂક્યા છે.

ફિલ્મ સર્કસ તેમની 15મી ફિલ્મ હશે. આ 15 ફિલ્મોમાંથી 13 ફિલ્મોમાં અજય દેવગણ રહ્યાં છે. હવે ફિલ્મ સર્કસમાં પણ અજય દેવગણ ખાસ પાત્રમાં જોવા મળવાના છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow