સોનું 56 હજાર નીચે આવ્યું, ચાંદીમાં પણ 1300 રૂપિયાનો ઘટાડો થયો

સોનું 56 હજાર નીચે આવ્યું, ચાંદીમાં પણ 1300 રૂપિયાનો ઘટાડો થયો

આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોશિએશન (IBJA)ની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે સર્રાફા બજારમાં આ અઠવાડિયાની શરૂઆતમાં, એટલે કે 20 ફેબ્રુઆરીએ સોનું 56,587 રૂપિયા હતું, જે હવે ઘટીને 25 ફેબ્રુઆરીએ 55,957 રૂપિયા પ્રતિ 10સ ગ્રામે આવી ગયું છે. એટલે કે આ અઠવાડિયે તેની કિંમતમાં 630 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.

કેરેટના હિસાબે સોનાની કિંમત

કેરેટભાવ (રૂપિયા પ્રતિ 10 ગ્રામ)
2455,957
2355,733
2251,257
1841,968

આ મહિને 59 હજારની નજીક પહોંચી ગયું હતું સોનું
2 ફેબ્રુઆરીએ સોનું પોતાના ઓલટાઇમ હાઈ પર હતું. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોશિએશન (IBJA)ની વેબસાઇટમાં જણાવવામાં આવ્યું હતું કે ત્યારે સોનાનો ભાવ 58 હજાર, 882 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયો હતો. જોકે ત્યાર પછી તેની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ચાંદી પણ 64 હજારની નજીક
IBJAની વેબસાઇટ પ્રમાણે આ અઠવાડિયે ચાંદીમાં હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. આ અઠાવિડેયાની શરૂઆતમાં ચાંદી 65,712 રૂપિયા હતી, જે હવે 64,331 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. એટલે કે આ અઠવાડિયે તેની કિંમતમાં 1381 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

સોનું ખરીદતા પહેલા આ 3 વાતો પર ધ્યાન આપો...
1. સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો
હંમેશા બ્યૂરો ઑફ ઈન્ડિયન (BIS)નો હોલમાર્ક લાગેલો જ સર્ટિફાઇડ ગોલ્ડની જ ખરીદી કરજો. સાથે પ્યોરિટી કોડ, ટેસ્ટિંગ સેન્ટર માર્ક, જ્વેલરનો માર્ક અને માર્કિંગની તારીખ પણ જરૂર જોઈ લેવી.

2. કિંમત ક્રોસ ચેક કરવી
સોનાનું સાચુ વજન અને ખરીદતા પહેલા તેને ક્રોસ ચેક કરવા. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ-અલગ હોય છે.

3. કેશ પેમેન્ટ ના કરો, બિલ જરૂરથી લો
સોનું ખરીદતી વખતે કેશમાં પેમેન્ટ કરવું તે ભૂલ છે. UPI અને ડિજીટલ બેન્કિંગથી પેમેન્ટ કરવું અનિવાર્ય રહેશે.આ પછી પણ બિલ લઈ લેવું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow