ગોધરામાં 3 કિમી લાંબી ગણપતિ વિસર્જન યાત્રા પૂર્ણ

ગોધરામાં ગણેશ ઉત્સવનું પાંચ દિવસનું ભવ્ય આયોજન થયા બાદ આજે, સોમવારે શહેરની 500થી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થયું છે. સવા 3 કિમી લાંબી આ વિસર્જન યાત્રામાં હજારો ભક્તો શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. આ ખાસ અવસરે, પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને અન્ય સમાજના લોકો પણ આ ભવ્ય યાત્રામાં સહભાગી થઈને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું.
આશરે 500થી વધુ નાની-મોટી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન રામસાગર અને કનેલાવ તળાવ ખાતે કરવામાં આવ્યું. વિસર્જન યાત્રા વિશ્વકર્મા ચોકથી શરૂથઈને મોચીવાડ, પટેલવાડા, રાણી મસ્જીદ, પોલન બજાર થઈને રામસાગર તળાવ સુધી પહોંચી હતી. 3.25 કિલોમીટરના રૂટ પર 3051 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.