ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવ્યાં હતા. હાલ બ્રિજ પર લટકી રહેલું ટેન્કર સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ આ ટેન્કર આટલા લાંબા સમયથી લટકતું હોવાથી સરકાર અને તંત્રને સતત ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટેન્કર વહેલી તકે બ્રિજ પરથી હટાવવા અધિકારીઓને કડક સુચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આજે (1 ઓગસ્ટ,2025) વહેલી સવારથી નિષ્ણાંતોની ટીમ ટેન્કર હટાવવા માટે કામે લાગી છે. કામગીરી દરમિયાન કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે ડ્રોન મારફતે અધિકારીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જોકે, આ મામલે આણંદ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, આ બ્રિજનું એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર પર કોઈપણ પ્રકારની હેવી મશીનરી લઈને આપણે ટેન્કરને બહાર કાઢી શકાય તેમ નથી, જેથી બલુન ટેકનોલોજીથી સાત દિવસની અંદર એ ત્યાંથી ટેન્કર હટાવી દેવામાં આવશે.

સસ્પેન્ડેડ 4 અધિકારીઓની મિલકતની તપાસ કરવા સીટની રચના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડેડ 4 અધિકારીઓ તથા એક રિટાયર્ડ અધિકારી વિરૂદ્ધ અપ્રમાણસર મિલકત અને સત્તાના દૂર ઉપયોગ મામલે તપાસ કરવા સરકાર તરફથી મંજૂરી મળતા ACB તરફથી સીટની રચના કરવામાં આવી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow