ડિજિટલ પેમેન્ટના વર્ચસ્વથી કરન્સીની વૈશ્વિક માંગ 20 વર્ષમાં સૌથી ઓછી

ડિજિટલ પેમેન્ટના વર્ચસ્વથી કરન્સીની વૈશ્વિક માંગ 20 વર્ષમાં સૌથી ઓછી

દુનિયાભરમાં કરન્સીની માંગ ઘટીને 20 વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ચૂકી છે. દુનિયાની એક તૃતીયાંશથી વધુ બેન્ક નોટ્સને ડિઝાઇન કરતી કંપની ડે લા રૂએ અનુસાર, કોવિડ મહામારી બાદથી કરન્સીની માંગ સતત ઘટી રહી છે. ડે લા રૂએ અનુસાર કોવિડને કારણે લોકડાઉન દરમિયાન બ્રિટનમાં રોકડનો ઉપયોગ ઝડપી દરે ઘટ્યો હતો. તે સાથે જ ભારત જેવા ઉભરતા દેશોમાં મોટા પાયે ચલણી નોટ્સ અને સિક્કાનો ઉપયોગ થતો હતો. પરંતુ ત્યારબાદ દરેક દેશમાં ચલણી નોટ્સની માંગ ઘટી છે કારણ કે લોકો હવે ચૂકવણી માટે કાર્ડનો વધુ ઉપયોગ કરી રહ્યાં છે.

ભારતમાં કરન્સીના ટ્રેન્ડમાં વૃદ્ધિ
દુનિયાથી વિપરીત ભારતમાં કરન્સીનો ટ્રેન્ડ વધી રહ્યો છે. RBIના આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2012-13 દરમિયાન દેશમાં કરન્સી અને જીડીપીનો ગુણોત્તર 12 ટકા હતો.મુદતકરન્સી સર્ક્યુલેશનમાર્ચ 201818.04માર્ચ 202231.34ડિસેમ્બર 202232.42(આંકડા લાખ કરોડ રૂપિયામાં)

કેટલાક દેશ કેશલેસ ઇકોનોમીના માર્ગ પર
​​​​​​​દેશડિજિટલ, કાર્ડ પેમેન્ટહોંગકોંગ 98.4%નોર્વે 98%સ્વીડન 98%ફિનલેન્ડ 80%ભારત 85%બ્રિટન 83%(સ્ત્રોત: અબાન ઇન્ટરનેશનલ)

કરન્સીની માંગ ઘટવાને કારણે બેન્કનોટ ડિઝાઇન કરતી 200 વર્ષ જૂની કંપની ડે લા રૂએ લોન ચૂકવવામાં નિષ્ફળ નિવડી છે. કંપની અનુસાર, લોન એગ્રીમેન્ટ પર તેમની બેન્કો સાથે વાતચીત ચાલી રહી છે. ઉચ્ચ વ્યાજ ખર્ચની વચ્ચે નફો ઘટવાથી કંપનીની આર્થિક સ્થિતિ વધુ નબળી બની છે.

Read more

રાજકોટ હીરાસર એરપોર્ટ પર પાર્કિંગના નામે થતાં ઉઘરાણાં બંધ

રાજકોટ હીરાસર એરપોર્ટ પર પાર્કિંગના નામે થતાં ઉઘરાણાં બંધ

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્કિંગના નામે ઉઘરાણાં હવે બંધ થશે, કારણ કે એરપોર્ટ ઓથોરિટી દ્વારા પાર્કિંગ રેટનું બોર્ડ મૂકવામાં આવ્યું છે, જે

By Gujaratnow
'દયાભાભી' બાદ શું 'જેઠાલાલ'એ પણ 'તારક મહેતા...' છોડ્યો?

'દયાભાભી' બાદ શું 'જેઠાલાલ'એ પણ 'તારક મહેતા...' છોડ્યો?

તાજેતરમાં ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વિશે કેટલીક અટકળો ચાલી રહી હતી કે દિલીપ જોશી (જેઠાલાલ) અને મુનમુન દત્તા (બબીતાજી)એ શો

By Gujaratnow