ઘરે ઘરે લોકો થઈ રહ્યા છે આ નવા વાયરલ ઈન્ફેક્શનના શિકાર

ઘરે ઘરે લોકો થઈ રહ્યા છે આ નવા વાયરલ ઈન્ફેક્શનના શિકાર

હાલ ઘર ઘરમાં કોલ્ડ અને કફના દર્દીઓ છે. લોકોને ખાંસી મટવાનું નામ નથી લઈ રહી. કફ સિરપ અને નાસ લેવાથી પણ લોકોને રાહત નથી મળી રહી. છેલ્લા થોડા દિવસોમાં આ લક્ષણોથી ઝઝુમી રહેલા લોકોની ઘણી ખબરો સામે આવી રહી છે. સોશિયલ મીડિયા પર પણ લોકો શરદી-ખાંસી વાળા ઈન્ફેક્શનની વાત કરી રહ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે એવી ખાંસી આવી રહી છે જે મટવાનું નામ નથી લઈ રહી. ICMRએ પણ આ નવા ઈન્ફેક્શનને લઈને ગાઈડલાઈન્સ જાહેર કરી છે. તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે આ કોલ્ડ કફથી બચવા માટે કોવિડ વાળી સાવધાની રાખો.

વાતાવરણમાં ફેરફારથી મુશ્કેલી

ડોક્ટર્સનું કહેવું છે કે વાતાવરણમાં આવેલા અચાનક ફેરફારથી દિલ્હીની હોસ્પિટલોમાં વાયરલ ઈન્ફેક્શનના 30 ટકા દર્દી વધ્યા છે.

આ વાયરલ સામાન્ય નથી. તેના કારણે દર્દીઓમાં ગળામાં દુખાવો, ખીચખીચ, ખાંસી, શ્વાસ લેવામાં મુશ્કેલી, શરદી અને તાવની ફરિયાદ જોવા મળી રહી છે. તેના દર્દીઓને સાજા થવામાં 30 દિવસનો સમય લાગી રહ્યો છે.

ડૉક્ટરોને પણ થઈ રહ્યું ઈન્ફેક્શન

ડૉક્ટરોએ સંગઠન ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશનના સંસ્થાપક સદસ્ય ડૉ. મનીષ ઝાંગડાને કહ્યું કે તેમના સર્કલમાં લભગ 30 ટકા ડોક્ટર તેના લપેટામાં આવી ગયા છે. તે પોતે છેલ્લા 20 દિવસથી બિમાર છે. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે.

કેસ સ્ટડી 1

સ્વર્ણિમનું કહેવું છે કે હું 10 દિવસથી ખાંસી અને કફથી પીડિત છું. ડૉક્ટર પાસેથી દવા લીધી. એન્ટીબાયોટિક પણ લીધી પરંતુ તેમ છતાં અત્યાર સુધી ખાસી અને શરદી મટ્યા નથી. આ ખુબ જ અલગ છે.

શું કહે છે એક્સપર્ટ?

એક્સપર્ટ્સ અનુસાર હાલ આવા દર્દીઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે. દર્દી તાવ, ખાંસી, ગળુ ખરાબ થવું જેવી ફરિયાદ લઈને આવી રહ્યા છે. તેનું કારણ વાતાવરણમાં અચાનક ફેરફાર, કોવિડ બાદ ઘટતી રોકપ્રતિકારક ક્ષમતા અને પ્રદૂષણ છે.

એવામાં દર્દી સૌથી વધારે મહાનગરોમાં જ છે. તેમાંથી અમુક સ્વાઈન ફ્લૂની ફરિયાદ છે. ખાસ કરીને વૃદ્ધો અને કમજોર લોકોને બાકી લોકો કરતા વધારે સામાન્ય કોલ્ડ કફ છે. તેને સ્વાઈન ફ્લૂ ન સમજો. સાવધાની માટે બહાર જતી વખતે માસ્ક લગાવો.

આ સવધાની રાખો

લક્ષણ દેખાવવા પર પોતાને આઈસોલેટ કરો

વારંવાર હાથ ધોવો

ભીડમાં માસ્ક પહેરો

વૃદ્ધ અને બાળકોનું ધ્યાન રાખો

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow