જનરેશન ઝેડ લોન લઇને ખર્ચ કરે છે, આવકનો‎ મોટો હિસ્સો લોનની ચુકવણીમાં વપરાય છે‎

જનરેશન ઝેડ લોન લઇને ખર્ચ કરે છે, આવકનો‎ મોટો હિસ્સો લોનની ચુકવણીમાં વપરાય છે‎

અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યના ‎સ્પ્રિંગફીલ્ડ વિસ્તારમાં રહેતી જેડ‎કેનીએ વિચાર્યું પણ ન હતું કે તેમને‎પોતાનો ફ્લેટ ભાડે આપીને ‎માતા-પિતા સાથે રહેવું પડશે. પરંતુ‎દેવામાં ડૂબી ચૂકેલી કેનીની પાસે‎ પોતાનો ક્રેડિટ સ્કોર સારો રાખવા‎માટે આના સિવાય કોઇ વિકલ્પ ન‎હતો.

કેની પર ક્રેડિટ કાર્ડનું અંદાજે ‎5.40 લાખ રૂપિયાનું બિલ બાકી છે.‎તદુપરાંત હજારો ડૉલરના મેડિકલ‎બિલ, સ્ટુડન્ટ લોન અને બીજી લોન‎ પણ લીધેલી છે. આ દરેક દેવું‎ વ્યાજની સાથે વધ્યું હતું કારણ કે તે‎છ મહિના સુધી બેરોજગાર રહી‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎હતી. જ્યારે તેમની પાસે ફુલ ટાઇમ‎જૉબ હતી અને સારી એવી કમાણી‎ હતી ત્યારે કેનીએ મોટા પાયે લોન‎ લઇને પોતાની જરૂરિયાત પૂરી કરી‎ હતી. આજે તેનું જ પરિણામ‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎ ભોગવવાનો વારો આવ્યો છે.

આવી‎ જ કંઇક સ્થિતિ ભારત સહિત મોટા‎ભાગના દેશોની યુવા પેઢીની છે.‎ પર્સનલ ફાઇનાન્સના નિષ્ણાંત‎ અનુસાર કેની એકલી નથી. ‎જનરેશન ઝેડના (1997 થી‎2012ની વચ્ચે જન્મેલા લોકો)‎ મહત્તમ લોકો મોંઘી લોન, ધીમો‎ પગારવધારો, સ્ટુડન્ટ લોન તેમજ‎ અન્ય દેવાને કારણે ક્રેડિટ સ્કોર‎સારો બનાવી રાખવા માટે સંઘર્ષ ‎કરી રહ્યાં છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow