ગૌતમ અદાણી બન્યાં એશિયાના ટોપના દાનવીર, એક આખો દેશ ચાલી જાય તેટલી રકમ આપી

અદાણી સમૂહનાં ચેરમેન અને એશિયાનાં સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી, HCL ટેકનોલોજીનાં શિવ નાદર અને Happiest mind ટેકનોલોજીનાં એશોક સૂટા એવા ત્રણ ભારતીયો છે કે જેમણે ફોર્બ્સનાં એશિયાનાં ટોપ દાનવીરોની લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ફોર્બ્સે પોતાનું 16મું એડિશન આજે બહાર પાડ્યું.
ગૌતમ અદાણી બન્યાં સૌથી મોટાં દાનવીર
ગૌતમ અદાણી ભારતનાં સૌથી મોટાં દાનવીર બની ગયાં છે. આ વર્ષ જૂન મહિનામાં જ્યારે તે 60 વર્ષનાં થયાં ત્યારે તેમણે 60,000 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. આ રકમને અદાણી ફાઉન્ડેશન થકી સ્વાસ્થ્ય, શિક્ષા અને કૌશળ વિકાસ પર ખર્ચ કરવામાં આવી છે.
1996માં થઇ હતી કંપનીની સ્થાપના
અદાણી ફાઉન્ડેશનની સ્થાપના 1996માં કરવામાં આવી હતી. તેના ચેરમેન ગૌતમ અદાણીની પત્ની પ્રીતિ અદાણી છે. અદાણી ફાઉન્ડેષન સમગ્ર ભારતમાં 3.7 મિલિયન એટલે કે 37 લાખ લોકોને દરવર્ષે મદદ કરે છે.
શિવ નાદરનું નામ પણ લિસ્ટમાં
ફોર્બ્સનાં 16માં એડિશનમાં શિવ નાદરનું નામ પણ સમાવિષ્ટ છે. તેમણે એક દશકમાં શિવ નાદર ફાઉન્ડેશન થકી એક અરબ ડોલર જેટલી પોતાની સંપત્તિ સામાજિક કાર્યો માટે ખર્ચ કરી છે. આ વર્ષે તેમણે 1160 કરોડ રૂપિયા ફાઉન્ડેશનને આપ્યાં. 1994માં તેમણે આ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. શિવ નાદર HCL ટેક્નોલોજીનાં કો-ફાઉન્ડર હતાં. 2021માં તેમણે પોતાને એક્ઝિક્યૂટીવ ભૂમિકાઓથી અલગ કર્યાં. તેમણે ફાઉન્ડેશન થકી સ્કૂલ અને યૂનિવર્સિટીઝ બનાવેલ છે. ફાઉન્ડેશની ટ્રસ્ટીમાં તેમની પત્ની કિરણ નાદર, દિકરી રોશની નાદર અને જમાઇ શિખર મલ્હત્રા પણ સમાવિષ્ટ છે.
અશોક સૂટાએ પણ બનાવ્યું સ્થાન
Happiest Mind ટેક્નોલોજીઝનાં 80 વર્ષીટ એક્ઝિક્યૂટિવ ચેરમેન અશોક સૂટાએ પણ ફોર્બ્સ એશિયાનાં 16માં એડિશનમાં ટોપ દાનવીરોમાં સ્થાન મેળવ્યું છે. તેમણે 6 અરબ રૂપિયા મેડિકલ રિસર્ચ ટ્રસ્ટને દાનમાં આપ્યાં છે જેની સ્થાપના તેમણે 2021માં કરી હતી. તેમણે SKAN એટલે કે સાયન્ટેફિક નોલેજ ફોર એજિંગ એન્ડ ન્યૂરોલોજિકલ એલમેન્ટસને 2 અરબ ડોલર રૂપિયા આપી તેની શરૂઆત કરી. તો હવે તેમણે ત્રણ ઘણું એટલે કે 6 અરબ ડોલર દાન આપ્યું છે.