નર્મદા ડેમનું રિવરબેડ પાવરહાઉસ ચાલુ કરાતાં ગરુડેશ્વર કોઝવે ઓવરફલો

નર્મદા ડેમનું રિવરબેડ પાવરહાઉસ ચાલુ કરાતાં ગરુડેશ્વર કોઝવે ઓવરફલો

નર્મદા ડેમથી 12 કિમીના અંતરે આવેલો ગરૂડેશ્વર કોઝ વે ઉનાળામાં ઓવરફલો થઇ રહયો છે. ઉનાળામાં જયાં નર્મદા નદી સુકીભઠ બની જતી હોય છે તેવામાં કોઝવે 3 મીટરની સપાટીથી ઓવરફલો થઇ રહ્યો છે અને તેનું કારણ છે ડેમમાં પાણીની આવક થઇ રહી હોવાથી રીવરબેડ પાવરહાઉસના ટર્બાઇન ચાલુ કરી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

કેવડિયા ખાતે આવેલાં નર્મદા ડેમની સપાટી 129.61 મીટર છે. મધ્યપ્રદેશમાં આવેલાં બર્ગી, ઓમકારેશ્વર, ઇન્દિરાસાગર ડેમના પાવરહાઉસ ચાલુ હોવાથી સરદાર સરોવરમાં પાણી આવી રહ્યું છે. સરદાર સરોવરમાં 33 હજાર કયુસેક પાણીની આવક છે જેની સામે ડેમના પાવરહાઉસ ચાલુ કરી 40 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. રીવરબેડ પાવરહાઉસના ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યાં હોવાથી વીજ ઉત્પાદન બાદ પાણી નર્મદા નદીમાં ભળી રહ્યું છે. કોઝવે હાલ 3 મીટરની સપાટીથી ઓવરફલો થઇ રહ્યો છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow