સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે લસણના ફોતરાં, બસ યુઝ કરવાની સાચી રીત જાણવી જરૂરી

લસણના ફોતરા છે લાભદાયી
લસણ દરેક ઘરના રસોડામાં રહે છે, જેના તમે ઘણા ફાયદા પણ સાંભળ્યા હશે. પરંતુ શું તમે જાણો છો કે તેના ફોતરાથી પણ તમારું આરોગ્ય સારું રહી શકે છે? લસણના ફોતરા તમે હંમેશા ડસ્ટબીનમાં નાખી દેતા હશો. કારણકે તેનો ઉપયોગ તમને હજી સુધી ખબર જ નહીં હોય. તમે તેના ફાયદા વિશે જાણી લેશો તો લસણના ફોતરા શોધી-શોધીને રાખવા લાગશો. કારણકે તેનાથી તમારા આરોગ્યને ઘણા લાભ થાય છે.

જાણો લસણના ફોતરાના ફાયદા
લસણના ફોતરામાં એન્ટી વાયરલ, એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે તમારા હેલ્થ માટે ખૂબ ફાયદાકારક રહે છે. જેનો ઉપયોગ તમે શાકભાજી અને સૂપમાં ભેળવીને કરી શકો છો. ધ્યાન રાખો કે તેને પકવવામાં આવે છે, જેનાથી ભોજનની ન્યુટ્રીશનલ વેલ્યુ વધારે વધી જાય છે.
અસ્થમાના દર્દીઓ માટે
જે લોકો અસ્થમાની મુશ્કેલી સામે ઝઝૂમી રહ્યાં છે. એવા દર્દીઓ તેનો ઉપયોગ કરી શકે છે. જેના માટે તમે લસણના ફોતરાને પહેલા સારી રીતે પીસી નાખો અને પછી તેમાં મધ મિક્સ કરો અને તેને સારી રીતે મિક્સ કરી નાખો અને સવાર-સાંજ તેનુ સેવન કરો. જેનાથી અસ્થમામાં રાહત મળશે.

સ્કિન માટે છે આ ફાયદાકારક
લસણના ફોતરામાં એન્ટી ફંગલ ગુણ હોય છે, જે તમારી સ્કિન માટે ખૂબ ફાયદાકારક રહેશે. જેનાથી ખંજવાળની સમસ્યા પણ દૂર થાય છે. તમને જ્યાં મુશ્કેલી થાય છે ત્યાં લસણ અને તેના ફોતરાનુ પાણી લગાવવુ પડશે. આ ઉપરાંત તેનાથી પિંપલ્સની સમસ્યા પણ દૂર થાય છે.