પશુ માટે દૂધ ભરવા કમળાપુર જતા યુવકના બાઈકને બેકાબુ ટ્રકે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત, યુવકનું મોત

પશુ માટે દૂધ ભરવા કમળાપુર જતા યુવકના બાઈકને બેકાબુ ટ્રકે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત, યુવકનું મોત

જસદણના કમળાપુર ગામની સીમમાં પોતાની વાડીએ પરિવાર સાથે રહેતા યુવાન રમેશભાઈ તા.30 માર્ચની રાત્રે પોતાની વાડીએ પશુ રાખ્યા હોય તેનું દૂધ દોહી દૂધ ભરવા માટે પોતાના બાઈક પર કમળાપુર જતા હતા. આશરે સાડા આઠેક વાગ્યે કમળાપુર - જસદણ રોડ પર મધુભાઇ રામાણીની વાડી પાસે વડલાના આંકવા પાસે પુરપાટ ઝડપે આવતા એક ટ્રેકટર ચાલકે બાઈક સાથે રમેશભાઈને હડફેટે લેતા રમેશભાઈને કપાળના ભાગે, ગળાના ભાગે, દાઢીના ભાગે ઇજા થાત લોહી લુહાણ થઈ ગયા હતા. બનાવના પગલે રાહદારીઓ અને આસપાસના લોકો એકત્ર થયા હતા. બેભાન રહેલા રમેશભાઈને 108માં જસદણ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ટ્રેકટર ચાલક ફરાર
અકસ્માત સર્જી ટ્રેકટર ચાલક ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં ભાડલા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. અકસ્માત સર્જી નાસી ચૂટેલ ટ્રેકટર ચાલક પારેવાળા ગામનો સતીષ ઉર્ફે સતીયો હરેશભાઇ કંબાળીયા હોવાનું સામે આવ્યું છે.

પરિવારમાં કલ્પાંત છવાયો
મૃતકના પત્ની ભાનુબેન રમેશભાઇ વાવડીયા (ઉ.વ.35)ની ફરિયાદ પરથી ટ્રેકટર ચાલક સામે ભાડલા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં એક 13 વર્ષની દીકરી છે અને એક-એક વર્ષના બે જોડિયા દીકરો દીકરી છે. ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow