હની ટ્રેપ કરતાં પણ ખતરનાક ખેલ: યુવાનોને ડ્રગ્સ એડિક્ટ બનાવવાનો મુંબઈની હસીનાઓનો ગેમપ્લાન, આવી રીતે બની જશો પ્યાદું

હની ટ્રેપ કરતાં પણ ખતરનાક ખેલ: યુવાનોને ડ્રગ્સ એડિક્ટ બનાવવાનો મુંબઈની હસીનાઓનો ગેમપ્લાન, આવી રીતે બની જશો પ્યાદું

હુસ્નની જાળમાં ફસાવીને લાખો-કરોડો રૂપિયા પડાવતા હની ટ્રેપના ખેલ કરતાં પણ ખતરનાક કહી શકાય તેવો ખેલ અમદાવાદમાં શરૂ થઇ ગયો છે, જે આવનારી યુવાપેઢીને બરબાદીના રસ્તે ચઢાવી રહ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે થોડા દિવસ પહેલાં એમડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો, જેમાં એક સ્વરૂપવાન યુવતી સહિત ચાર યુવાઓની ધરપકડ કરાઈ હતી. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ સામે આવી છે કે આ યુવતી પોતાના હુસ્નની જાળમાં યુવાઓને ફસાવતી હતી. ત્યાર બાદ તેમને ડ્રગ્સના એ‌િડક્ટ બનાવીને પેડલર્સ બનાવતી હતી. યુવાઓ ડ્રગ્સના એ‌ડિક્ટ બને તે માટે કેટલીક સ્વરૂપવાન યુવતીઓ મુંબઇથી અમદાવાદ આવી છે અને નિર્દોષ યુવાઓને ફસાવી રહી છે.

મુંબઇના ડ્રગ્સ મા‌ફિયાઓની નજર અમદાવાદ પર
શહેરમાં એમડી ડ્રગ્સનું દૂષણ નાથવા માટે પોલીસના નાકે દમ આવી ગયો છે, કારણ કે જેટલા ડ્રગ્સ પેડલર્સ ઝડપાય છે તેના કરતાં વધુ પેડલર્સ બનીને બહાર આવી રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્થાનિક પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ અવારનવાર ડ્રગ્સની ‌સ‌િન્ડકેટનાં સૂપડાં સાફ કરી દે છે, પરંતુ સમય જતાં બીજી ‌સ‌િન્ડકેટ બની જાય છે. મુંબઇના ડ્રગ્સ મા‌ફિયાઓની નજર અમદાવાદના યુવાઓ પર છે તે કોઇ પણ ભોગે તેમને ડ્રગ્સના રવાડે ચઢાવવા માગે છે.

પ્રેમજાળમાં ફસાવી એમડી ડ્રગ્સના રવાડે ચઢાવે
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર ડ્રગ્સ મા‌ફિયાઓએ મુંબઇની કેટલીક સ્વરૂપવાન યુવતીઓને તૈયાર કરી છે, જે એમડી ડ્રગ્સનો નશો કરતી હોય અને પોતે રૂપિયાની લાલચે કોઇ પણ હદ સુધી જવા માટે તૈયાર હોય. આવી યુવતીઓને સ્પેશિયલ ટ્રે‌નિંગ આપીને અમદાવાદ મોકલવામાં આવે છે. શહેરના એસજી હાઇવે તેમજ સિંધુ ભવન જેવા પોશ વિસ્તારમાં આવેલા કાફે પર યુવતીઓ યુવાઓ સાથે દોસ્તી કરે છે. ત્યાર બાદ તેમને પ્રેમજાળમાં ફસાવે છે. પ્રેમજાળમાં ફસાવી દીધા બાદ યુવાઓને એમડી ડ્રગ્સના રવાડે ચઢાવે છે. યુવાઓ પાસે જ્યારે એમડી ડ્રગ્સ ખરીદવાના પૈસા ના હોય ત્યારે તેમને પેડલર્સ બનાવી દેતા હોય છે. અમદાવાદમાં લાલબત્તી સમાન આ ઘટનાનો પર્દાફાશ થોડા દિવસ પહેલાં એસઓજીની ટીમે કર્યો હતો.

એસઓજી ક્રાઇમનો ખાનપુર વિસ્તારમાં સફળ ઓપરેશન
એસઓજી ક્રાઇમે મોડી રાતે ખાનપુર વિસ્તારમાં સફળ ઓપરેશન પાર પાડીને 2.96 લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક યુવતી સહિત ચાર લોકોને ઝડપી પાડ્યા છે. કારમાં બેસીને યુવતી અને ત્રણ યુવકો એમડી ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા હતા. સંવેદનશીલ વિસ્તારમાં હોવાથી એસઓજીની ટીમે એકદમ ચતુરાઇપૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું.  સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના પીઆઇ એ.ડી. પરમાર અને તેમની ટીમને બાતમી મળી હતી કે ખાનપુર પાસે કેટલાક શખ્સો કારમાં બેસીને એમડી ડ્રગ્સનું જાહેરમાં વેચાણ કરી રહ્યા છે. બાતમીના આધારે એસઓજીની ટીમ ખાનપુર પહોંચી ગઇ હતી અને એક આઇ-ર૦ કારને કોર્ડન કરીને ઘેરી લીધી હતી. કારમાં એક યુવતી સહિત ચાર લોકો બેઠા હતા, જેમની પાસેથી એસઓજીની ટીમને એમડી ડ્રગ્સ મળ્યું હતું. એસઓજીએ રહેનુમા ઉર્ફે સીઝા ખાન (રહે. જીવદાની ‌બ‌િલ્ડંગ, થાણે), શાહબાઝખાન પઠાણ (રહે. રૂસ્તમ અલીનો ઢાળ, ખાનપુર), જૈ‌નિષ દેસાઇ (રહે. ચૈતન્ય સોસાયટી, નવરંગપુરા), અંકિત શ્રીમાળી (રહે. રણછોડ ખડકી, શાહપુર)ની ધરપકડ કરી હતી.

રહેનુમા ખાને અમદાવાદના અનેક યુવાનોને હુસ્નની જાળમાં ફસાવ્યા    
રહેનુમા ખાન અમદાવાદમાં આવી હતી. ત્યારબાદ અલગ અલગ યુવકો સાથે સંપર્કમાં આવીને તેમની સાથે ‌રિલેશન બાંધ્યા હતા. યુવાઓને એમડી ડ્રગ્સના આદી બનાવીને રહેનુમાએ તેમને ડ્રગ્સ પેડલર્સ બનાવી દીધા હતા. જૈનિષ દેસાઇ સહિતના આરોપીઓ આજે દેવાદાર થઇ ગયા છે, જેની પાછળનું કારણ રહેનુમા ખાન છે. અમદાવાદમાં આ એક યુવતી નહીં, પરંતુ અનેક યુવતીઓ છે, જેઓ યુવાઓને પોતાના હુસ્નની જાળમાં ફસાવીને ડ્રગ્સના આદી બનાવે છે. આ યુવતીઓ દેહવ્યાપારના ધંધામાં પણ જોડાઇ હોય તેવી શક્યતા પોલીસ સેવી રહી છે. અમદાવાદના યુવાઓને ડ્રગ્સના રવાડે ચઢતા બચાવવા હોય તો આવી શા‌તિર હસીનાઓથી બચવું જરૂરી છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow