ગાંધીધામ નગરપાલિકા દ્વારા એન્જિનીયર ની ભરતી માટેની ઈન્ટરવ્યુની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં રીજનલ કમિશનર રાજકોટથી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.ગાંધીધામ નગરપાલિકામાં કાયમી એન્જિનીયરની પોસ્ટ વર્ષોથી ખાલી છે, કોંન્ટ્રાક્ટ બેઝડ પર ગત વર્ષોમાં ચાલતા વહિવટ બાદ હવે તેમને પણ રુખસદ અપાયા બાદ ફરી ત્રણ અલગ અલગ વિભાગોમાં એન્જિનીયરની નિમણુક માટે પાલિકાએ ઈજન બહાર પાડ્યુ હતું. જે અનુસંધાને આવેલી અરજીઓમાંથી માન્ય રખાયેલી 26 ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે બુધવારે ગાંધીધામ નગરપાલિકામાં બોલાવાયા હતા. જ્યાં બપોરના ભાગે રાજકોટથી રીજનલ કમિશનર વ્યાસ ઉપસ્થિત પણ વિશેષ ઉપસ્થિત રહીને સીઓ દર્શનસીહ ચાવડા સાથે પ્રક્રિયાઓને પુર્ણ કરી હતી.
Gandhidham
ગાંધીધામમાં રાજકોટથી રિ. કમિશનરની હાજરીમાં કાર્યવાહી
Gujaratnow1 min read

Gujaratnow1 min read
