ગાઝામાં યુદ્ધવિરામ માટે હમાસ સહમત

અમેરિકા, ઇજિપ્ત અને કતારની મધ્યસ્થી બાદ જૂન મહિનામાં અમેરિકાના રાજદૂત સ્ટીવ વિટકોફ દ્વારા રજૂ કરાયેલો પ્રસ્તાવ, હમાસ ગાઝામાં યુદ્ધવિરામ અને ઇઝરાયલી બંધકોને મુક્ત કરવા માટે સહમત થયું છે.
આ અંતર્ગત, શરૂઆતના 60 દિવસના યુદ્ધવિરામ દરમિયાન, હમાસ બે તબક્કામાં બચી ગયેલા ઇઝરાયલી કેદીઓને મુક્ત કરશે. ઉપરાંત, કાયમી યુદ્ધવિરામ પર વાતચીત થશે.
જોકે, ઇઝરાયલે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. અગાઉ 12 ઓગસ્ટના રોજ નેતન્યાહૂએ કહ્યું હતું કે તેઓ કોઈપણ કરાર ત્યારે જ સ્વીકારશે જો બધા બંધકોને એકસાથે મુક્ત કરવામાં આવે.
દરમિયાન, રવિવારે હજારો ઇઝરાયલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું અને નેતન્યાહૂ પાસે હમાસ સાથે કરાર કરીને ગાઝા યુદ્ધનો અંત લાવવા અને કેદીઓને મુક્ત કરવાની માગ કરી. પ્રદર્શનકારીઓએ રસ્તાઓ બ્લોક કર્યા અને આગચંપી કરી, જેના કારણે 38 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી.