ક્રિસમસમાં સંપૂર્ણ લૉકડાઉનની તૈયારી, માસ્ક-દવાઓનો સ્ટોક ખતમ: જુઓ ચીનમાં કેવા છે હાલ

ક્રિસમસમાં સંપૂર્ણ લૉકડાઉનની તૈયારી, માસ્ક-દવાઓનો સ્ટોક ખતમ: જુઓ ચીનમાં કેવા છે હાલ

હજુ દુનિયા 2019માં આવેલ વાયરસને ભૂલ્યું નથી ત્યારે ફરી ચીનમાં કોરોનાના વધતા જતા કેસોએ સમગ્ર વિશ્વને ચિંતિત કરી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીનમાં અત્યાર સુધી કોરોનાની સૌથી ખતરનાક લહેર આવી છે.

એક રિપોર્ટ અનુસાર, ચીનમાં દર 24 કલાકમાં 1 મિલિયન કોવિડ કેસ અને 5,000 મૃત્યુ નોંધાઈ શકે છે. રિપોર્ટ અનુસાર, આગામી મહિના સુધી દરરોજ નવા કેસની સંખ્યા વધીને 37 લાખ અને માર્ચ સુધીમાં 42 લાખ થઈ શકે છે.

રીપોર્ટના આંકડા ચોકાવનાર
આ રિપોર્ટ લંડન સ્થિત એક એનાલિટિક્સ ફર્મ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. ચીનના બેઈજિંગ, સિચુઆન, અનહુઈ, હુબેઈ, શાંઘાઈ અને હુનાનમાં હાલત ખરાબ થઈ રહી છે.

સતત બગડતી પરિસ્થિતિ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પહેલીવાર શનિવાર (24 ડિસેમ્બર) અથવા રવિવારે (25 ડિસેમ્બર) કોવિડ સમીક્ષા બેઠક યોજી શકે છે.

સંપૂર્ણ લોકડાઉન થઈ શકે છે
આ બેઠકમાં ક્રિસમસ અને નવા વર્ષ પર ભીડને કાબૂમાં રાખવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી શકે છે. ક્રિસમસ અને નવા વર્ષ માટે જિનપિંગ સરકાર દ્વારા કોઈ વિશેષ માર્ગદર્શિકા પણ જારી કરી શકાય છે.

માનવામાં આવે છે કે આ બેઠક બાદ રાષ્ટ્રપતિ જિનપિંગ ચીનમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી શકે છે. નિષ્ણાતોએ બેઇજિંગમાં ચેપનો દર 50 થી 70 ટકા રહેવાની આગાહી કરી છે. શાંઘાઈમાં, આગામી સપ્તાહ સુધીમાં 25 મિલિયન લોકો કોવિડ પોઝિટિવ હોવાની અપેક્ષા છે.

સરકાર આંકડા છુપાવવામાં વ્યસ્ત
જિનપિંગ સરકારે ફરી એકવાર કોરોનાના આંકડા છુપાવવાનું કામ શરૂ કર્યું છે. સરકારના જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહમાં કોરોનાને કારણે માત્ર 8 લોકોના મોત થયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર માત્ર 20 ડિસેમ્બરે ચીનમાં 36 મિલિયન કેસ નોંધાયા હતા. તે જ સમયે, 19 નવેમ્બરથી 18 ડિસેમ્બર સુધીમાં, ચીનમાં મૃત્યુ પ્રમાણપત્ર માટે 11 લાખ લોકોએ ઓનલાઈન અરજી કરી છે. બેઇજિંગ અને શાંઘાઈમાં 60-60, જ્યારે ચેંગડુમાં 40 નવા કબ્રસ્તાન બનાવવામાં આવી રહ્યા છે.

ચીનમાં દવાઓની તીવ્ર અછત
ચીનમાં દવાઓની ભારે અછત છે. માંગને પહોંચી વળવા માટે ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં ઓવરટાઇમ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ચીન સરકાર દ્વારા પણ કેટલીક વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારે તાવ, શરીરના દુખાવા અને માથાના દુખાવા માટે મફત દવા આપવાની જાહેરાત કરી છે. દેશભરના મેડિકલ સ્ટોર્સમાં N-95 માસ્ક અને એન્ટિજેન ટેસ્ટિંગ કીટ ખતમ થઈ ગઈ છે. માંગને જોતા જિનપિંગ સરકારે 100 થી વધુ નવી કંપનીઓને લાઇસન્સ આપ્યા છે.

રાષ્ટ્રપતિ જિનપિંગ સામે ગુસ્સો
જણાવી દઈએ કે આ સંજોગોમાં રાષ્ટ્રપતિ જિનપિંગ વિરુદ્ધ નારાજગી વધી રહી છે. ચીનના સોશિયલ મીડિયા પર લોકો કમ્યુનિસ્ટ પાર્ટી અને જિનપિંગની ટીકા કરવામાં વ્યસ્ત છે. દેશમાં દવાઓનો અભાવ અને સરકારની બેદરકારીના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow