ભાગેડુ નીરવ મોદીને હવે આવવું જ પડશે, બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં 'કામ થયું તમામ'

ભાગેડુ નીરવ મોદીને હવે  આવવું જ પડશે, બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં 'કામ થયું તમામ'

પંજાબ નેશનલ બેન્કના 13,500 કરોડના ફ્રોડ કેસના મુખ્ય આરોપી અને હીરાના વેપારી નીરવ મોદીના ભારત લાવવાનો રસ્તો હવે ખુલ્લો થયો છે. આજે બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં નીરવ મોદીની ભારત પ્રત્યર્પણ સામેની છેલ્લી અરજી પણ ફગાવી દેવાઈ હતી. નીરવની પ્રત્યર્પણ સામેની આ છેલ્લી અરજી હોવાથી તેની પાસે હવે કોઈ કાનૂની વિકલ્પ રહ્યો નથી અને તેણે ભારત આવવું જ પડશે.

પ્રત્યાર્પણ કરશો તો આત્મહત્યાનું જોખમ ‌‌બ્રિટનની કોર્ટમાં નીરવ મોદીએ દલીલ કરી હતી કે જો તેનું પ્રત્યાર્પણ કરવામાં આવે તો આત્મહત્યાનું જોખમ છે. જોકે કોર્ટને તેની આ દલીલ વાહિયાત લાગી અને તત્કાળ ફગાવી દીધી.

નીરવ મોદી હાલમાં ક્યાં છે‌‌નીરવ મોદી હાલ લંડનની વાન્ડ્સવર્થ જેલમાં જેલના સળિયા પાછળ છે. આ અપીલ નામંજૂર થતાં હવે આરોપી પાસે પ્રત્યાર્પણ સામે બ્રિટનમાં કોઈ કાનૂની વિકલ્પ બચ્યો નથી.

ભારત પ્રત્યાર્પણ સામે અપીલની માગી કરી હતી મંજૂરી ‌‌ગત મહિને નીરવ મોદીએ બ્રિટનની હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરીને ભારત પ્રત્યાર્પણ સામે અપીલ કરવાની પરવાનગી માગી હતી પરંતુ કોર્ટે તેની આ અરજી ફગાવી દીધા બાદ તેણે છેલ્લી અરજી કરી નાખી અને હવે તે પણ રદ થઈ ગઈ છે.

કયા કેસમાં મુખ્ય આરોપી ‌‌નીરવ મોદી 13,500 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડમાં નીરવ મોદી મુખ્ય આરોપી છે. છેતરપિંડી, મની લોન્ડરિંગ, પુરાવાનો નાશ અને સાક્ષીઓને ધમકાવવાના આરોપોનો સામનો કરવા માટે ભારતીય અધિકારીઓ નીરવ મોદીને યુકેથી પ્રત્યાર્પણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow