આ તારીખથી સૂર્ય બનાવશે ત્રિગ્રહી યોગ, આ 4 રાશિઓને મળશે અપાર ધનલાભ

આ તારીખથી સૂર્ય બનાવશે ત્રિગ્રહી યોગ, આ 4 રાશિઓને મળશે અપાર ધનલાભ

સૂર્ય 16 ડિસેમ્બરે ધન રાશિમાં પ્રવેશ કરવાનો છે. જ્યાં બુધ અને શુક્ર પહેલાથી જ બિરાજમાન છે. માટે સૂર્યના ધન રાશિમાં પ્રવેશ કરવાથી જ ત્રિગ્રહી યોગનું નિર્માણ થશે. ધન રાશિમાં શુક્ર અને બુધની યુતિ પહેલા જ લક્ષ્મીનારાયણ યોગ બનેલો છે અને હવે સૂર્ય બુધની સાથે મળીને બુધાદિત્ય યોગનું નિર્માણ કરશે.

જ્યોતિષિયોનું માનીએ તો ધન રાશિમાં ત્રિગ્રહી યોગ, લક્ષ્મીનારાયણ યોગ અને બુધાદિત્ય યોગના કારણે ચાર રાશિના જાતકોને ખૂબ ફાયદો થવાનો છે. તેનાથી લોકોના પરાક્રમમાં વૃદ્ધિ થસે. રૂપિયા-પૈસા સાથે જોડાયેલો મામલો સુધરશે. પદોન્નતિ અને આવકમાં પણ વૃદ્ધિ થઈ શકે છે.

વૃષભ રાશિ
ધન રાશિમાં બની રહેલા ત્રિગ્રહી યોગ તમને સકારાત્મક પરિણામ આપનાર છે. આ રાશિ પરિવર્તન બાદ સૂર્યની દ્રષ્ટિ તમારા બીજા ભાવ પર પડશે. જેનાથી તમને ઘણા સારા પરિણામ મળશે. તમારી વાણી પ્રભાવશાળી થશે. તમારી બોલીથી તમે લોકોનું મન જીતવામાં સફળ થશે. આર્થિક રૂપથી ધનનો પ્રવાહ સારો રહેશે. ખર્ચા પર કંટ્રોલ રહેશે અને પૈસાની બચત થશે.

તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે પણ આ ત્રિગ્રહી યોગ શુભ રહેવાના છે. ખાસ કરીને જે લોકો માર્કેટિંગ, સોશિયલ મીડિયા પર ફરી કંસલ્ટેશનના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. જ્યાં સંચાર કૌશલ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તેમણે આ સમયગાળામાં સારા લાભના રૂપમાં સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે. તમને ધન અને કરિયરના મોર્ચા પર શુભ પરિણામ પ્રાપ્ત થશે.

ધન રાશિ
સૂર્ય, બુધ અને શુક્રની યુતિથી ત્રિગ્રહી યોગ ધન રાશિમાં જ બની રહ્યો છે. એવામાં તમારા માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિની સંભાવના છે. તમારા નેતૃત્વ અને નિર્ણય લેવાની ક્ષમતા બીજાને પ્રભાવિત કરશે. કાર્યસ્થળ પર સારા અધિકારીઓ અને સહકર્મિઓનો સહયોગ પ્રાપ્ત થશે. તમારા કામની ચારે બાજુ પ્રશંસા થશે. આ રાશિમાં પદોન્નતિનો પણ યોગ છે.

મીન રાશિ
ત્રિગ્રહી યોગ બાદ નોકરીની તલાશમાં લાગેલા લોકોને પણ શુભ સમાચાર મળી શકે છે. કરિયરના મામલામાં મને સારો અવસર અથવા પ્રસ્તાવ મળી શકે છે. જોકે તમને અમુક મામલામાં ખૂબ સંભાળીને રહેવું પડશે. આ સમયે કોઈની પણ પાસે દેવુ અથવા લેવડ-દેવડ બિલકુલ ન કરો. ઘરના સદસ્યો અથવા બહારના લોકોની સાથે કોઈ પણ વિવાદમાં ન પડો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow