હવેથી RTIના આધારે ઘરે બેઠા કરી શકશો ડિગ્રી વેરિફિકેશન, બસ ફૉલો કરો આ સ્ટેપ્સ, જાણો ઓનલાઇન પ્રોસેસ

હવેથી RTIના આધારે ઘરે બેઠા કરી શકશો ડિગ્રી વેરિફિકેશન, બસ ફૉલો કરો આ સ્ટેપ્સ, જાણો ઓનલાઇન પ્રોસેસ

જો તમારે પણ તમારી ડિગ્રી વેરિફિકેશન કરવું હોય તો એ કામ માટે તમારે કોઈ યુનિવર્સિટીમાં જવાની જરૂર નથી. આ કામ માટે તમે ફક્ત એક RTI ફાઇલ કરીને તમારી ડિગ્રી વેરિફિકેશન સરળતાથી કરી શકો છો. આપણે બધા જાણીએ છીએ કે દર વર્ષે દેશભરમાં મોટી સંખ્યામાં નકલી યુનિવર્સિટીઓ (Fake Universities) દ્વારા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવે છે અને એ કારણે જ વિદ્યાર્થીઓના મનમાં તેમના સર્ટિફિકેટની સત્યતા અંગે શંકા પેદા થાય છે.

જણાવી દઈએ કે ઘણા વિદ્યાર્થીઓ જાણતા નથી કે તેઓ RTI અરજી દાખલ કરીને ડિગ્રી વેરિફિકેશન કરી શકે છે. એટલા માટે જ સૂચના અધિકારનો કાયદો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. RTI ફાઈલ કરવા માટે ઘણી ખાનગી સંસ્થાઓ છે, જે વિદ્યાર્થીઓની આ સમસ્યાનો ઉકેલ લાવી રહી છે. આ માટે ડિગ્રી વેરિફિકેશન કરવા ઓનલાઈન RTI ફાઈલ કરીને પણ જાણી શકો છો કે તમારી ડિગ્રી નકલી છે કે અસલી.

ઓનલાઈન ફાઈલ કરો RTI
જણાવી દઈએ કે ડિગ્રી વેરિફિકેશન માટે ઓનલાઈન RTI ફાઇલ કરવી એ ખૂબ જ સરળ પ્રક્રિયા છે અને એ માટે લગભગ 5 મિનિટ જેટલો જ સમય લાગે છે.  RTI દ્વારા વિદ્યાર્થીઓ સાચી માહિતી મેળવીને ડિગ્રી વેરિફિકેશન કરાવી શકે છે.અત્યાર સુધી હજારો વિદ્યાર્થીઓ આરટીઆઈ ફાઇલ કરવા માટે આ સુવિધાનો લાભ લઈ ચૂક્યા છે. સાથે જ કોઈપણ ભારતીય નાગરિક આરટીઆઈ હેઠળ માહિતી મેળવવા માટે પાત્ર છે.

ડિગ્રી વેરીફીકેશની પ્રક્રિયા
જો કે આવી ઘણી વેબસાઇટ્સ છે જ્યાંથી તમે ડિગ્રી વેરિફાઈ કરી શકો છો પણ તે વેબસાઇટ્સ તેના માટે ચાર્જ લે છે. ડિગ્રી વેરિફિકેશન માટે તમારે વેબસાઇટ પર કોર્સનું નામ, યુનિવર્સિટી, રોલ નંબર અને વર્ષ જેવી વિગતો ભરવાની રહેશે. પછીથી તમે સુરક્ષિત રીતે ઓનલાઈન પેમેન્ટ પૂર્ણ કરી શકો છો. આ સાથે તમારી અરજી પૂર્ણ થઈ ગઈ છે. જો વેબસાઈટને તમારા તરફથી કોઈ વધુ માહિતીની જરૂર હોય તો તેમના વકીલ તમારો ફોન અથવા ઈમેલ દ્વારા સંપર્ક કરશે. આ છે ડિગ્રી વેરિફિકેશનની સંપૂર્ણ પ્રક્રિયા છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow