હવેથી Supermanના રૉલમાં પડદા પર નહીં દેખાય આ દિગ્ગજ એક્ટર, મેકર્સે કરી મોટી જાહેરાત

'ગાર્ડિયન્સ ઑફ ધ ગેલેક્સી'ના નિર્દેશક અને ડીસી સ્ટુડિયોના નવા સહ અધ્યક્ષ જેમ્સ ગન અત્યારે એક સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યાં છે. તેમનુ કહેવુ છે કે તેઓ સુપરમેન પર એક ફિલ્મ લખી રહ્યાં છે, પરંતુ આ ફિલ્મમાં હેનરી કેવિલ સામેલ નહીં થાય.
કેવિલે લખ્યું, આખરે હું સુપરમેન તરીકે પાછો નહીં ફરુ
ગન દ્વારા લખવામાં આવેલી નવી સુપરમેન ફિલ્મમાં કેરેક્ટરને એક અલગ દિશામાં લઇ જશે અને સુપરહીરોના યંગ ડેજ પર ધ્યાન કેન્દ્રીત કરશે. મહત્વનું છે કે આ જાહેરાત ડીસી સ્ટુડિયો અને મૂળ કંપની વાર્નર બ્રધર્સમાં મહત્વના ફેરફાર વચ્ચે થઇ છે. ઓક્ટોબરમાં નેટફ્લિક્સ શો ધ વિચરમાં મુખ્ય ભૂમિકા પરથી રાજીનામું આપ્યાં બાદ તેમણે જાહેરાત કરી કે તેઓ ફરીથી સુપરમેનની ભૂમિકા નિભાવશે. બુધવારે કેવિલે ઈન્સ્ટાગ્રામમાં લખ્યું કે ગન અને તેના સહ-અધ્યક્ષ પીટર સફ્રાને સમાચાર આપવા માટે તેમની સાથે મુલાકાત કરી હતી. કેવિલે લખ્યું, આખરે હું સુપરમેન તરીકે પાછો નહીં ફરુ.
જેમ્સ અને પીટરની પાસે નિર્માણ કરવા માટે એક બ્રહ્માંડ
તેમણે લખ્યું, સ્ટુડિયો દ્વારા ઓક્ટોબરમાં મારી વાપસીની જાહેરાત કર્યા બાદ મને સાઈન કરતા પહેલા આ સમાચારને આવવા મારા માટે સરળ નથી. પરંતુ આ જીવન છે. આ ગાર્ડને બદલવાની જોગવાઈ છે. હું તેમનુ સન્માન કરુ છુ. જેમ્સ અને પીટરની પાસે નિર્માણ કરવા માટે એક બ્રહ્માંડ છે. હું તેમને અને નવા બ્રહ્માંડમાં સામેલ બધા લોકોને શુભકામનાઓ આપુ છુ અને ખુશીની શુભેચ્છા આપુ છુ.