હવેથી તમારી પર પોલીસની રહેશે બાજ નજર, શહેરમાં લગાવાશે ઈ-મેમો આપતા 2142 હાઈ રિઝોલ્યુશન કેમેરા

હવેથી તમારી પર પોલીસની રહેશે બાજ નજર, શહેરમાં લગાવાશે ઈ-મેમો આપતા 2142 હાઈ રિઝોલ્યુશન કેમેરા

અમદાવાદીઓ પર હવે પોલીસની બાજ નજર રહેશે.  અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ઈ મેમો આપતા 2142 હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવશે. શહેરના તમામ વિસ્તારમાં આ કેમેરા લગાવવામાં આવશે. જેમાં ટ્રાફિકના નિયમોને તોડનારાને ઈ-મેમો આપીને દંડની કાર્યવાહી સઘન બનાવવામાં આવશે.

અમદાવાદીઓ માટે હવે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, હવે અમદાવાદમાં અનેક સ્થળો ઉપર હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવશે.  ટ્રાફિકના નિયમોને તોડનારાને ઈ-મેમો આપીને દંડની કાર્યવાહી સઘન બનાવવામાં આવશે. ઈ-મેમો આપતા 2142 હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવાશે. જેને લઈ મ્યુનિ. વાઈફાઈ સ્પોટ, સ્ટ્રીટ લાઈનનો કોન્ટ્રાક્ટ અપાશે. આ સાથે કંપનીને 5 વર્ષ માટે આ કામગીરી સોંપવામાં આવશે.

AMC દ્વારા બાઈક શેરિંગ માટે પણ ટેન્ડર મંગાવાયા

અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા હવે બાઈક શેરિંગ માટે પણ ટેન્ડર મંગાવાયા. આ સાથે હવે શહેરના તમામ વિસ્તારમાં CCTV કેમેરા લાગશે. અમદાવાદમાં હવે ઈ-મેમો આપતા 2142 હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવાશે. જેને લઈ મ્યુનિ. વાઈફાઈ સ્પોટ, સ્ટ્રીટ લાઈનનો કોન્ટ્રાક્ટ અપાશે.

અકસ્માત ટાળવા નવો અભિગમ

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સરખેજ-ગાંધીનગર હાઈવે પર પણ અકસ્માતો વધી રહ્યા છે. આ તમામની વચ્ચે અમદાવાદ પોલીસે હાઈવે પર સ્પીડ કેમેરા સાથે એક નવતર અભિગમ પણ અપનાવ્યો છે. આ અભિગમ અંતર્ગત હવેથી સરખેજ ગાંધીનગર હાઇવે પર આવેલા તમામ બ્રિજ પર વચ્ચેના ભાગ પર અવરોધો લગાવવામાં આવ્યા છે. આ અવરોધો લગાવવાથી અકસ્માત સમયે બ્રિજ પર વધારે જાનહાનિ સર્જાશે નહીં. સાથો સાથ અકસ્માત સમયે શરીરના ભાગમાં ઈજા પણ ઓછી પહોંચે તે હેતુસર અવરોધો વચ્ચે ડનલોપની ગાદી પણ મુકવામાં આવશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow