કબજિયાતથી લઈને દાંતની કેવિટી સુધી આ બીમારીઓ માટે રામબાણ છે એલોવેરા, જાણો કેવી રીતે કરશો સેવન

કબજિયાતથી લઈને દાંતની કેવિટી સુધી આ બીમારીઓ માટે રામબાણ છે એલોવેરા, જાણો કેવી રીતે કરશો સેવન

અનેક લોકોના ઘરમાં તમને એલોવેરાનો છોડ જોવા મળતો હશે. એલોવેરા સ્કિન અને હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. એલોવેરાનું તમે રેગ્યુલર સેવન કરો તો કેટલીક બીમારીઓ સામે લડવાની તાકાત આવે છે. જાણો એવી કેટલીક સમસ્યાઓ વિશે કે જેમાં એલોવેરા ફાયદાકારક છે.

એક્ઝિમામાં એલોવેરા
એક્ઝિમામાં એલોવેરા એક બેસ્ટ દવા તરીકેનું કામ કરે છે, જોકે એલોવેરાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે હીલર અને કૂલિંગ ગુણોથી ભરપૂર છે. એક્ઝિમા એક સ્કિન ડિસીઝ છે, જેમાં ખંજવાળ અને બળતરા થાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા જેલ એ‌િન્ટ બેક્ટેરિયલ અને એન્ટિ ફંગલ હોવાથી તે ‌સ્કિનડીસીઝથી બચાવવામાં મદદ કરે છે.

કબ‌િજયાતમાંથી છુટકારો
તમને કબ‌િજયાતની તકલીફ છે તો તમે એલોવેરા જ્યૂસ પીવાનું શરૂ કરી દો. તે લેક્ટિવ ગુણોથી ભરપૂર હોય છે, જે પેટ સાફ કરવામાં અને મેટાબોલિક રેટ વધારવામાં મદદ કરે છે. આ સિવાય એલોવેરા ર્બોવેલ મૂવમેન્ટ અને મળની ગતિને તેજ કરે છે, જેના કારણે તમને કબ‌િજયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે.

મોંમાં ચાંદાં પડે ત્યારે
ઘણા લોકોને વારંવાર મોંમાં ચાંદાં પડી જતાં હોય છે. મોંમાં ચાંદાં પડવાના કારણે વ્યક્તિ સરખી રીતે જમી પણ શકતી નથી અને તેને બળતરા થાય છે, એવામાં એલોવેરા બેસ્ટ છે. એલોવરા જેલમાં એ‌િન્ટ બેક્ટેરિયલ અને એ‌િન્ટ ફંગલ હોય છે, જે ઇન્ફેક્શનને ઓછું કરે છે. આ સાથે જ પેટની ગરમી અને જીભની બળતરા ઓછી કરવાનું કામ કરે છે.

દાંતમાં કેવિટી થાય ત્યારે
દાંતમાં કેવિટી થવા પર સામાન્ય રીતે અનેક લોકો હેરાન થઇ જતા હોય છે. એવા સંજોગોમાં તમે એલોવેરાનું સેવન કરો છો તો દાંતની આ સમસ્યામાંથી રાહત મળે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક
ડાયાબિટીસમાં એલોવેરા મુખ્યત્વે બે રીતે કામ કરે છે. એક તો શુગર મેટાબોલિઝમ તેજ કરે છે અને સાથે બીજું એ છે કે આ ઇન્સ્યુલિન પ્રોડક્શનને તેજ કરવાનું કામ કરે છે. આનાથી શુગરનું પ્રમાણ વધતું નથી અને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. આ માટે ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ એલોવેરા જ્યૂસ પીવો જોઇએ.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow