બરાક ઓબામાથી લઈ ઈજિપ્તના રાષ્ટ્રપતિ સુધી.. મોદી સરકારના કાર્યકાળમાં આ દેશના વડાઓ બન્યા ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ

બરાક ઓબામાથી લઈ ઈજિપ્તના રાષ્ટ્રપતિ સુધી.. મોદી સરકારના કાર્યકાળમાં આ દેશના વડાઓ બન્યા ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ

આજે ભારતમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, દિલ્હીમાં કર્તવ્યપથ પર આજે સેના દ્વારા ભારતની સૈન્ય શક્તિનું પરેડમાં પ્રદર્શન કરવામાં આવશે, જે આખી દુનિયા જોશે. દિલ્હીમાં દર વર્ષે ગણતંત્ર દિવસે ખાસ વિદેશી મહેમાન સામેલ થાય છે અને જે તે દેશની સેનાની એક ટુકડી પણ પરેડમાં જોડાતી હોય છે. રાજપથથી કર્તવ્યપથ બન્યા પછી આ પહેલી વખત એવું બનશે કે છે કે અહીંથી ગણતંત્ર દિવસની પરેડ નીકળશે અને આજનો ત્યાંનો નજારો ભવ્ય હશે.

ઇજિપ્તના રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ
રાજધાની દિલ્હીમાં સરકાર ફરજના માર્ગે દેશની સૈન્ય, આર્થિક અને સાંસ્કૃતિક શક્તિનું પ્રદર્શન કરે છે અને આ પ્રદર્શનમાં પરેડ કાઢીને વિશ્વને ભારતની શક્તિનો સંદેશ આપવામાં આવે છે અને માંતે આ વખતે ભારતે ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીને પરેડમાં હાજરી આપવા માટે મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું છે અને ઇજિપ્તની સેનાની ટુકડી પણ ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેશે.  ઇજિપ્તની સેનાની ટુકડી પણ આ વખતે કર્તવ્યપથ પર જોવા મળશે. ઇજિપ્તની સશસ્ત્ર દળોનું સંયુક્ત બેન્ડ અને માર્ચિંગ ટુકડી આજના દિવસે પરેડમાં જોવા મળશે અને આ ટુકડીનું નેતૃત્વ ઈજિપ્તના કર્નલ મહમૂદ મોહમ્મદ અબ્દેલ ફત્તાહ અલ ખરાસાવી કરશે.

ઇજિપ્તના રાષ્ટ્રપતિનું કરાયું સ્વાગત
ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતાહ અલ-સીસીનું રાષ્ટ્રપતિ ભવનમાં પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિદેશ મંત્રાલયના પ્રવક્તા બાગચીએ ટ્વિટ કર્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ સીસીનું પરંપરાગત સ્વાગત કર્યું.

દર વર્ષે અલગ અલગ દેશના રાષ્ટ્રપતિને ભારતમાં આમંત્રણ આપવામાં આવે છે એવામાં ચાલો એક નજર કરીએ કે મોદી સરકાર દ્વારા અહીં પ્રજાસત્તાક દિવસની પરેડ અને ઉજવણીમાં ભાગ લેવા માટે અત્યાર સુધી કયા દેશના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

વર્ષ 2020 ના ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ કોણ હતા?
2020 માં 26 મી જાન્યુઆરીના રોજ  મુખ્ય અતિથિ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સમિટ દરમિયાન બોલ્સોનારોને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું . એ સમયે તેઓ બ્રાઝિલના 38મા રાષ્ટ્રપતિ હતા પણ હાલ તેઓ અમેરિકામાં રહે છે.

વર્ષ 2019 ના ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ કોણ હતા?
વર્ષ 2019 માં પ્રજાસત્તાક દિવસના અવસર પર મુખ્ય અતિથિ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા હતા. જણાવી દઈએ કે PM મોદીએ તેમને G20 સમિટ દરમિયાન ભારતમાં ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું.

વર્ષ 2018 ના ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ કોણ હતા?
વર્ષ 2018 માં ભારતે એક નવો પ્રયોગ કર્યો અને ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેવા માટે મુખ્ય અતિથિ તરીકે ASEAN દેશોના રાજ્યોના વડાઓને આમંત્રણ આપ્યું. તે સમયે ઈન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ, સિંગાપોર, બ્રુનેઈ, કંબોડિયા, લાઓસ, મ્યાનમાર, થાઈલેન્ડ અને વિયેતનામ સામેલ હતા.

વર્ષ 2017 ના ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ કોણ હતા?
26 જાન્યુઆરી 2017 ના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ મો. બિન ઝાયેદ અલ નાહયાન ક્રાઉન પ્રિન્સ હતા. જણાવી દઈએ કે ભારત સરકારે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને UAE સૈન્યના સુપ્રીમ ડેપ્યુટી કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા હતા અને એમને મુખ્ય મહેમાન બનાવીને સરકારે રાજદ્વારી સફળતાનો સંદેશ આપ્યો હતો.



વર્ષ 2016 ના ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ કોણ હતા?
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ ઓલાંદે મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસ 2016માં હાજરી આપી હતી અને એમના આગમન પછી પહેલી વખત એવું હતું જ્યારે વિદેશી સૈન્ય ટુકડીઓએ તેમના આગમન પર પરેડમાં ભાગ લીધો હતો.

વર્ષ 2015 ના ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ હતા બરાક ઓબામા
26 જાન્યુઆરી 2015 ના રો ભારતમાં પ્રજાસત્તાક દિવસના અવસર પર યુએસ પ્રમુખને મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ઓબામાની સાથે તેમની પત્ની મિશેલ ઓબામા પણ ભારત આવ્યા હતા.

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow