વારંવાર આવે છે છીંક ? આ ઘરેલુ ઉપાયથી ઝાટકે દૂર થશે સમસ્યા, કોઈ આડઅસર પણ નહીં

વારંવાર આવે છે છીંક ? આ ઘરેલુ ઉપાયથી ઝાટકે દૂર થશે સમસ્યા, કોઈ આડઅસર પણ નહીં

છીંકને રોકવા માટે ઘરેલુ ઉપાયો ટ્રાય કરો

નાકમાં ખંજવાળ અને બળતરા ઉભી કરનારી કોઈ પણ વસ્તુ છીંક માટે જવાબદાર હોઇ શકે છે. છીંક આવવાન મેડિકલ ટર્મમાં સ્ટર્નટેશન કહેવામાં આવે છે. સામાન્ય રીતે છીંક, ધૂળ, ધૂમાડો, પ્રાણીઓની રસી અને તેજ ગંધથી આવી શકે છે. પાપણ પલકાવી અને શ્વાસ લેવાની જેમ છીંક આવવી પણ એક સામાન્ય પ્રક્રિયા છે. જેનાથી શરીરમાં રહેલ અવાંચ્છિત જંતુઓને બહાર નિકળવામાં મદદ મળે છે, પરંતુ વારંવાર છીંક આવવાથી અનેક પ્રકારની પરેશાનીનો પણ સામનો કરવો પડે છે. થોડા સમય માટે છીંક પર કંટ્રોલ કરી શકાય છે, પરંતુ તેને પૂર્ણ રીતે રોકવી ઘણી મુશ્કેલ હોય છે. છીંકને રોકવા માટે ઘરની વસ્તુઓનો ઉપયોગ લાભદાયક હોઇ શકે છે અને તેનાથી કોઈ પણ પ્રકારની સાઈડ ઈફેક્ટ પણ થતી નથી.

કરો વિટામિન સીનુ સેવન

મેડિકલ ન્યુજ ટુડે મુજબ, વિટામિન સી એક એન્ટી-હિસ્ટામાઇન છે. વિટામિન સી ઘણા ખાટ્ટા ફળો અને શાકભાજીમાં હોય છે. જે લોકોને વારંવાર છીક આવવાની સમસ્યા છે, તેમને ડાયટમાં વિટામિન સીની માત્રાને વધારી દેવી જોઈએ. વિટામિન સીની પૂર્તિ માટે સપ્લીમેન્ટ્સનો પ્રયોગ પણ કરી શકાય છે.

લેં કેમોમાઈલ ટી

ગ્રીન ટીની જેમ કેમોમાઈલ ટી પણ પોષક તત્વોથી ભરપૂર છે. જેમાં વધુ માત્રામાં એન્ટી-ઓક્સિડેન્ટ્સ હોય છે, જે છીંકને રોકવામાં મદદ કરી શકે છે. કેમોમાઈલ ટીનુ સેવન દરરોજ એક કપ કરી શકાય છે. જેનુ સેવન ફ્લૂમાં પણ ફાયદાકારક હોઇ શકે છે.

નાકને બંધ કરો

વારંવાર છીંક આવતા 5 થી 10 સેકન્ડ માટે નાકને બંને બાજુએથી દબાવીને બંધ કરવાથી પણ આરામ મળી શકે છે. જેનાથી છીંક અટકી જાય છે. નાકને બંધ કરતી વખતે છતની ઉપર જોવો. આમ કરવાથી થોડા સમય માટે છીંક બંધ થશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow