Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🎞 Entertainment

નાગરિકોના અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર આજે પણ સવાલો : બિગ બી

Gujaratnow2 min read
નાગરિકોના અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર આજે પણ સવાલો : બિગ બી

સામાન્યપણે રાજકીય વિવાદોથી દૂર રહેવાનું પસંદ કરતા દિગ્ગજ ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચને કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહના ઉદઘાટન દરમિયાન નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી જેવા રાજકીય રીતે સંવેદનશીલ મુદ્દાઓ પર નિવેદન આપ્યું હતું. અમિતાભ બચ્ચને નિવેદન આપ્યું હતું કે આજે પણ નાગરિકોની સ્વતંત્રતા પર સવાલ ઉઠાવાય છે.

બ્રિટિશ સેન્સરશિપ, દમન કરનારા વિરુદ્વ આઝાદીથી પહેલાંની ફિલ્મો, સાંપ્રદાયિકતા અને સામાજિક એકતા પર વિસ્તારપૂર્વક વિચારો વ્યક્ત કર્યા બાદ બચ્ચને કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે મંચ પર મારા સહયોગી પણ એ વાતથી સહમત થશે કે આજે પણ નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની આઝાદી પર સવાલ કરવામાં આવે છે. આ દરમિયાન બૉલિવૂડ અભિનેતા શાહરુખ ખાને તેની ફિલ્મ ‘પઠાન’ને લઇને થયેલા વિવાદ પર કહ્યું હતું કે કંઇ પણ થાય અમે દરેક હાલમાં સકારાત્મક રહીશું. ફિલ્મ પઠાનમાં દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાનના એક ગીતમાં કોસ્ચૂયમને લઇને વિવાદ એટલો વકર્યો છે કે મધ્યપ્રદેશમાં તેના પર બેન લાગે તેવી પણ શક્યતા ઊભી થઇ છે.

સોશિયલ મીડિયા પર ટ્રોલર્સ પણ ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે. શાહરુખે કહ્યું કે એક સમય હતો જ્યારે આપણે મળી શક્યા ન હતા. પરંતુ હવે દુનિયા ફરી નોર્મલ થઇ રહી છે. આપણે દરેક ખુશ છીએ અને હું સૌથી વધુ ખુશ છું. અમિતાભ બચ્ચને કોલકાતાના નેતાજી ઇનડોર સ્ટેડિયમમાં દીપ પ્રજ્વલિત કરીને ફિલ્મ મહોત્સવની શરૂઆત કરી હતી.

Gujaratnow2 min read

Related News