FPIની નેટ શોર્ટ પોઝિશન સર્વોચ્ચ સ્તરે રોકાણકારોની ફેડ બાદ RBI પર નજર

FPIની નેટ શોર્ટ પોઝિશન સર્વોચ્ચ સ્તરે રોકાણકારોની ફેડ બાદ RBI પર નજર

અમદાવાદ ફોરેન પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) આગામી સપ્તાહમાં વેચાણ કરશે. આ કારણે સ્થાનિક શેરબજારોમાં ઘટાડો જોવા મળી શકે છે. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં FPIs દ્વારા નેટ શોર્ટ સેલિંગ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. તેઓએ કોવિડ-સમયમાં કરેલા વેચાણને પણ પાછળ છોડી દીધું છે. NSEના અહેવાલ અનુસાર નિફ્ટીમાં નેટ શોર્ટ સેલિંગ કોન્ટ્રાક્ટ હાલમાં 1,95,000 છે. આ સંખ્યા માર્ચ 2020ના 1,73,000ના કરતાં વધુ છે. નેટ શોર્ટ ટ્રેડિંગનો અર્થ એ છે કે શોર્ટ ટ્રેડની સંખ્યા લોંગ ટ્રેડની સંખ્યા કરતાં વધુ છે. આ કારણે સેન્સેક્સ, નિફ્ટી હજુ આગામી અઠવાડિયામાં નીચા સ્તરે પહોંચી શકે છે. ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે વૈશ્વિક સ્તરે ઇક્વિટી માર્કેટમાં સાવચેતીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

મોટાભાગના રોકાણકારો 0.25bps પોઇન્ટ વધશે અને પરિણામે બજાર બોટમ આઉટ થશે તેવો નિર્દેશ કરી રહ્યાં છે. ફુગાવો કાબુમાં આવી રહ્યો છે અને બીજી તરફ બેન્કોની કટોકટીને ધ્યાનમાં રાખી વ્યાજદર વૃદ્ધિને સિમિત કરશે તેમજ આગળ જતા પણ વ્યાજદર વધારો હવે અટકાવે તેવી સંભાવનાઓ વધી છે.

જ્યારે ભારતીય રિઝર્વ બેન્ક વ્યાજદરમાં કેટલો વધારો કરે છે તેના પર સ્થાનિક રોકાણકારોની નજર કેન્દ્રિત થઇ છે. ભારતીય શેરમાર્કેટમાં બેન્કિંગ, ફાઇનાન્સ અને કોમોડિટી સેક્ટરમાં મજબૂત સ્થિતીના કારણે સેન્સેક્સ 139.91 પોઈન્ટ વધીને 58214.59 બંધ રહ્યો હતો ઇન્ટ્રા-ડેમાં 58418.78 ની ઊંચી અને 58063.50ની નીચી સપાટીએ જોવા મળી હતી. નિફ્ટી 44.40 પોઈન્ટ વધીને 17151.90 બંધ રહ્યો હતો. રોકાણકારોની મૂડીમાં વધારો થઇ 257.98 લાખ કરોડ રહી છે.

Read more

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ

By Gujaratnow
મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow